Homeગુર્જર નગરીજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ જામનગર ખાતે કૃષિ કોલેજનો શુભારંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ જામનગર ખાતે કૃષિ કોલેજનો શુભારંભ

Team Chabuk-Gujarat Desk: મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા ખાતે તા. 5-9-2025 ના રોજ કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણીના ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બહુવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અને ઉદઘાટક રાઘવજીભાઈ પટેલ (કેબીનેટ મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર) અને આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. વી. પી. ચોવટિયા (કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ)ના વરદ હસ્તે મા સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શુભ શરૂઆત, સંશોધન વૈજ્ઞાનિક (સુકી ખેતી) અને ખાસ ફરજ પરના અધિકારી, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર, ડો. ડી. એસ. હીરપરાએ શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી મહેમાનોના સ્વાગતથી કરી હતી. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના ઉદબોધનમાં જણાવેલ કે જામનગરની આ કૃષિ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી રાજ્ય અને દેશના કૃષિ વિકાસના વેગમાં ફાળો આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે. કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ જણાવેલ કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ  જૂનાગઢ, અમરેલી, ખાપટ-પોરબંદર અને મોરબી મુકામે એમ ચાર કૃષિ કોલેજ હતી અને મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી જામનગર મુકામે આ પાંચમી કૃષિ કોલેજ મળેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળ સભ્ય ડો. થોભણભાઈ ઢોલરીયાએ વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરી આ કોલેજ ખાતે અભ્યાસ કરવાની મળેલ તકનો લાભ લઇ જીવનમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

jamnagar krushi college

કાર્યક્રમનું સમાપન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણીએ ઉપસ્થિત સો મહાનુભાવોનો તેમજ સંશોધન નિયામક, વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિભાગીય વડાઓ, તેમજ પેટા કેન્દ્રના વડાઓ અને યુનિવર્સિટીના નિયામક મંડળ સભ્ય ડો. થોભણભાઈ ઢોલરીયા અને ડો. એમ.ડી. ખાનપરા, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીઓ, પ્રિન્ટ મીડિયાના પત્રકારો, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સૌ કર્મચારીગણ, ખેડૂતભાઈઓ અને બહેનોનો હ્રદયપૂર્વક  આભાર વ્યક્ત કરી કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments