Homeગુર્જર નગરી"કિસાન મહાપંચાયત" ના મંચ પરથી AAP એ ભાજપ સરકાર પાસે આ 10...

“કિસાન મહાપંચાયત” ના મંચ પરથી AAP એ ભાજપ સરકાર પાસે આ 10 મોટી માંગ, જાણો તેના વિશે

Team Chabuk-Gujarat Desk: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં ખેડૂતો અને ‘આપ’ના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ‘આપ’ના ગુજરાતના નેતાઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો પણ મંચ પર હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીની “કિસાન મહાપંચાયત” ના મંચ પરથી “આપ” ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતો વતી ભાજપ સરકાર પાસે 10 માંગ કરી છે.

kisan mahapanchayat

1- તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે.

2- ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે.

3- સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે.

4- ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે.

5- ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે.

6- હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

7- તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે.

8- ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે.

9- શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે.

10- CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઑક્ટોબરથી શરૂ કરવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments