Homeગામનાં ચોરેસૌથી મોટા સમાચાર, કેંદ્ર સરકારે 8મા પગાર પંચને આપી મંજૂરી, જાણો કઈ...

સૌથી મોટા સમાચાર, કેંદ્ર સરકારે 8મા પગાર પંચને આપી મંજૂરી, જાણો કઈ તારીખથી થઈ શકે લાગુ

Team Chabuk-National Desk: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચનાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ પંચની રચનાની જાહેરાત સરકારે જાન્યુઆરી 2025 માં કરી હતી પરંતુ હવે તેની રચનાને મંજૂરી મળી છે. આ પગલાથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને સીધો ફાયદો થશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પંચ 18 મહિના ની અંદર તેની ભલામણો રજૂ કરશે, જે 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ આ પંચના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને આપી મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આખરે 8મા કેન્દ્રીય પગાર પંચ ની રચના માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતો (Terms of Reference – ToR) ને પણ મંજૂરી આપી છે. આ પગાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય સેવા શરતોમાં જરૂરી ફેરફારોની તપાસ અને ભલામણો કરવાનું છે.

8th pay commission

સરકારે 8મા પગાર પંચની રચના સાથે જ તેના મહત્ત્વના હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરી છે. આ પંચ એક કામચલાઉ સંસ્થા હશે, જેમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય-સચિવનો સમાવેશ થશે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય હશે. હાલમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન સભ્ય-સચિવ તરીકેની ભૂમિકા નિભાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments