Team Chabuk-Gujarat Desk : પોરબંદર પોલીસે મધ્યપ્રદેશમાં જઈ વેશપલટો કરી એક હત્યા, લૂંટ અને ધાડના આરોપીને ઝડપી લીધો છે. 2018માં આરોપીએ તેનાં અન્ય ત્રણ સાથી સાથે મળીને પોરબંદરથી 15 કિલોમીટર દૂર આવેલા ભારવાડા ગામમાં વાડી વિસ્તારમાં ધાડ પાડી હતી.
વાડી વિસ્તારમાં આધેડ દંપતી ઉંઘી રહ્યા હતા ત્યારે આ નિર્દય શખ્સો ત્રાટક્યા હતા. પ્રથમ દંપતી પર હુમલો કર્યો ત્યાર બાદ ઘરમાંથી સાડા એકવીસ તોલા સોનુ અને 80 હજાર રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. 2018થી આ શખ્સ નાસતો ફરતો હતો. આ કેસમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મૃત્યુ થયું હતું.
પોરબંદરને પોલીસને બાતમી મળી હતી કે 2018માં હત્યા અને ધાડનો ગુનેગાર મધ્યપ્રદેશનો વતની છે અને હાલ તે મધ્યપ્રદેશમાં જ છે. જેથી પોલીસે જેવો દેશ, એવો વેશની નીતિ ઘડી હતી. પોલીસ મજૂરના વેશમાં લૂંગી-શર્ટ પહેરીને આરોપીના ઘરે પહોંચી ગઈ હતી.
આવી રીતે પાડી હતી ધાડ
પોરબંદર નજીક ભારવાડા ગામે ભીખા નાથા મોઢવાડિયા જેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેમના ઘરે 17 ફેબ્રુઆરી 2018એ મોડી રાત્રે આ ઝડપાયેલો શખ્સ સહિત અન્ય ત્રણ લોકો ત્રાટક્યા હતા. દંપતી સુતુ હતુ ત્યારે બિલ્લી પગે આરોપીઓ ઘરમાં મુખ્ય ગેટમાં પ્રવેશ્યા હતા. દંપતી એ રાત્રે ઘરની બહાર જ ઉંઘી રહ્યું હતું. આરોપીઓ પાસે ભાલા, પાઈપ અને લાકડી જેવા ઘાતક હથિયાર પણ હતા. તમામ લોકોએ મોઢા પર બુકાની બાંધી હતી. ઊંઘી રહેલાં ભીખા મોઢવાડિયા પર તેમણે હુમલો કરી દીધો હતો. આ દરમિયાન લાખીબહેન જાગી ગયા. આરોપીએ તેમને બંધક બનાવી પહેલાં ઘરેણાં ઉતારી લીધા. આ ઉપરાંત ઘરમાંથી પણ સોના અને રોકડની લૂંટ ચલાવી. ફરિયાદીના કહેવા મુજબ આરોપી કુલ 21 તોલા સોનુ અને 80 હજાર રૂપિયા રોકડા લઈ ફરાર થયા હતા. ઘટના બાદ લાખી બહેને બુમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ભીખાભાઈનું મૃત્યુ થયું હતું.
શંકાની સોય કોના પર ?
લૂંટ વીથ મર્ડરની આ ઘટનામાં પરપ્રાંતિય મજૂર સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. કારણ કે, ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓ હુમલો અને લૂંટ કરતી વખતે હિંદી ભાષા ભોલી રહ્યા હતા. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે, ત્રણ વર્ષ પસાર થઈ જવા છતાં પોલીસે લૂંટારુંઓની ભાળ મળી ન હતી. આખરે પોલીસને તાજેતરમાં બાતમી મળી અને ત્યારબાદ લૂંટારું સુધી પહોંચવા માટે પોરબંદર પોલીસે યોજના બનાવી
પોલીસ બની ‘વાંગા’ મજૂર
LCBની ટીમ મધ્યપ્રદેશના બાયડા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં આરોપીનું ઘર શોધી તેની રેકી કરી હતી. આરોપીને તેની આજુ બાજુ પોલીસ છે તેની જાણ ન થાય તે માટે પોરબંદર LCBની ટીમે પરપ્રાંતીય મજૂરનો વેશ ધારણ કર્યો હતો. મધ્યપ્રદેશના વાંગા મજુરો દેખાવા માટે પોલીસે અદ્દલ તેમના જેવી જ લૂંગી-શર્ટ પહેર્યા હતા. તેમજ ગળામાં મફલર અને માથા ઉપર કપડાં બાંધ્યા હતા. પોલીસે સતત બે દિવસ સુધી આવી રીતે વોચ ગોઠવી હતી અને આરોપીની પુરેપુરી માહિતી કાઢી હતી. જીણવટ ભરી તપાસ અને શંકાસ્પદ ગતિવિધીઓ બાદ આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપીની પૂછપરછમાં ચોંકવનારા ખુલાસા થયા હતા. તેણે 2018માં પોરબંદરના ભારવાડા ગામે પાડેલી ધાડનો ગુન્હો તો કબુલ્યો સાથે અન્ય અડધો ડર્ઝન જેટલા ગુનાઓ પણ કબુલ્યા
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
મધ્યપ્રદેશના બયડા ગામના પારસિંગ જેતુમીઠુ અજનાર નામના આ શખ્સની પૂછપરછ કરતાં વધુ વિગતો સામે આવી હતી. આરોપી વિરૂદ્ધ સૌરાષ્ટ્રમાં મોરબીના ટંકારા અને ગોંડલમાં પણ અડધો ડઝન જેટલા લૂંટ, ધાડ અને મારામારીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ તેનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઉદયગઢ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ગુનો નોંધાયેલો છે.
ટીમમાં કોણ કોણ સામેલ હતું ?
આ ઓપરેશનમાં પોરબંદર LCB PI એન.એન.રબારી, PSI એન.એમ.ગઢવી, ASI રાજુ જોશી, રામ ડાકી, રમેશ જાદવ, બટુક વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ હરેશ આહિર, ગોવિંદ મકવાણા, રણજીતસિંહ દયાતર, કોન્સ્ટેબલ વિજય જોશી, દિલીપ મોઢવાડિયા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કરશન મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા અને ગોવિંદ માળિયા સામેલ હતા.
ટોપ 10 આરોપીમાં હતું નામ
ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અંતર્ગત જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનિનાઓએ પોરબંદર જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. ટોપ ટેન આરોપીમાં ઝડપાયેલા આરોપીનું પણ નામ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત