Homeગુર્જર નગરીબનાસકાંઠા: સંતાકૂકડી રમતા-રમતા નીક્ષિત બંધ કારમાં છુપાયો ને પછી બહાર જ ન...

બનાસકાંઠા: સંતાકૂકડી રમતા-રમતા નીક્ષિત બંધ કારમાં છુપાયો ને પછી બહાર જ ન નીકળી શક્યો !

Team Chabuk-Guajarat Desk: બનાસકાંઠાના પાલનપુરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો 5 વર્ષનો બાળક સંતાકુકડીની રમત રમતો હતો અને આ સમયે તે એક 2 વર્ષથી બંધ પડેલી કારમાં સંતાઈ ગયો હતો. દુર્ભાગ્યવશ બાળકે ડોર બંધ કરતા દરવાજો લોક થઈ ગયો અને ડોર બંધ થતા જાણે તેનું જીવન પણ લોક થઈ ગયું. કારનો દરવાજો ન ખુલતા બાળકનો શ્વાસ રુંધાઈ ગયો અને 2 જ કલાકમાં તેણે કારમાં જ અંતિમ શ્વાસ લીધા.

મૃતક બાળકની ઓળખ નિક્ષીક દવે તરીકે થઇ છે. પાંચ વર્ષનો નીક્ષિક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ન ખુલતા બે કલાક સુધી બાળક કારમાં જ ફસાઇને રહ્યો. કાર બંધ હાલતામાં હોવાથી શ્વાસ રૂંઘાતા બાળકનું મોત થયું છે. લાંબો સમય સુધી બાળક આસપાસ ન દેખાતા પરિવારજનોએ બાળકની શોધખોળ કરતા બાળકનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો.

બીજી તરફ કુળનો દીપક અચાનક અણધારી રીતે બુઝાઇ જતાં પરિવારમો શોક વ્યાપી ગયો છે… આ સમગ્ર ઘટના માતા પિતા માટે લાલબતી સમાન છે. જો આપના ઘરમાં આસપાસ આવા બંધ હાલતમાં પડેલા વાહન હોય તો તેન લોક રાખવા જોઇએ અથવા તો હટાવી દેવા જોઇએ. આ ઘટના દર્શાવે છે કે, બાળકો આવી રમતો રમતા હોય ત્યારે માતા પિતાએ તેમના પર નજર પણ રાખવી જોઇએ

children

મહત્વનું છે કે, આ પહેલી વાર નથી કે જયારે બાળક કારની અંદર હોય અને શ્વાસ રૂંધાઇ જતા મૃત્યુ થયું હોય. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં કારમાં બાળક ફસાઈ ગયું હોય. અગાઉ અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં 14 સપ્ટેમ્બર 2023એ બાળક કારમાં ફસાયો હતો. આ બાળકને સ્થાનિકો અને પિતાની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. જયારે જૂનાગઢમાં 26 સપ્ટેમ્બર 2023ના રોજ બાળક કારમાં ફસાયું હતું. ન્હાવાથી બચવા બાળક કારમાં છુપાયું હતું, જેને ગૂંગળામણના કારણે કારમાં જીવ ગુમાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments