Homeગુર્જર નગરીમાનવ સેવા એજ પ્રભુ સેવા- જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ એટલે શ્રીજી દિવ્યાંગ...

માનવ સેવા એજ પ્રભુ સેવા- જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ એટલે શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ

Team Chabuk-Gujarat Desk: આધુનિક યુગમાં સમાજમાં જ્યારે કામનું ભારણ ખૂબ જ વધી ગયું છે અને એની સાથે સાથે સમાજમાં લોકો પણ અલગ અલગ પ્રકારની બિમારીથી પીડાતા હોય છે એમાં એક આશાનું કિરણ એટલે જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના સમઢિયાળા પાસે આવેલું “શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ -સમઢીયાળા (ગીર) સંચાલિત અતિગંભીર દીવ્યાંગો માટેની સંસ્થા. જો આ સંસ્થાની વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના તા.1-8-2015 ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલા બહુ ગંભીર દિવ્યાંગ, વૃદ્ધો, બાળકો, વિધવા અને અનાથ બાળકોને મદદરૂપ થવાનો છે.

આ સંસ્થાના સ્થાપક કૌશિકભાઈ મનસુખભાઈ જોષીની પ્રેરણાથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. કૌશિકભાઈ જોષી એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના અનુદાનથી કાર્યરત શ્રી મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત દિવ્યાંગ પુનર્વસન યોજનામાં ત્રણ વર્ષ ફીલ્ડ વર્કર તરીકે સફળ અને પ્રશંસનીય કામગીરી કરી છે. જેમા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પો, નેત્ર નિદાન કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો, આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પો, જન જાગૃતિના સેમિનાર વગેરે જેવા કેમ્પોનું આયોજન કરી અનેક સેવાની કામગીરીમાં યોગદાન આપ્યું છે.

shreeji Divyang Charitable Trust

દિવ્યાંગ ક્ષેત્રે સતત કામગીરી કરી હોવાથી ગામડાઓમાં રહેલાં દિવ્યાંગોની વાસ્તવિક પરિસ્થિતિ, જરૂરિયાતો અને સમાજની દિવ્યાંગો પ્રત્યેની અવગણનાને જાતે તપાસી છે. તેના ફળ સ્વરૂપે સમાજને વધારે ને વધારે મદદરૂપ થવાના હેતુથી અને પોતાના આપ બળે નિર્ણય લઈ કામગીરી કરવાના ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

સંસ્થાનો મુખ્ય હેતુ

આ સંસ્થાનો મુખ્ય હેતુ દિવ્યાંગ, વૃદ્ધો અને નિરાધારોનો વિકાસ, પુનર્વસન અને સમાજમાં યોગ્ય સ્થાન આપવાનો છે. સમાજમાં રહેતા દિવ્યાંગોની વેદના, સમસ્યાઓ, મુંઝવણોને સમાજની મદદથી જ દુર કરવા આ સંસ્થા કટિબદ્ધ છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજમાં રહેલી આવી વ્યક્તિઓને જીવન જીવવાની હુંફ પ્રાપ્ત થાય અને સમાજમાં ઉન્નત મસ્તક રાખી પોતાનું જીવન જીવી શકે તેવું બળ પૂરું પાડવાનો છે.

સંસ્થાનું ભવિષ્યનું આયોજન

1) દિવ્યાંગોના શિક્ષણ અને પુનર્વસન માટે નિવાસી શાળાની સ્થાપના કરવી.

2) વૃદ્ધાશ્રમની સ્થાપના કરવી.

3) અનાથાશ્રમની સ્થાપના કરવી.

4) સી.પી. તથા એમ.આર. બાળકો માટેની નિવાસી શાળાની સ્થાપના કરવી.

5) દરેક પ્રકારના દિવ્યાંગો માટેનું માહિતી કેન્દ્રની સ્થાપના કરવી.

6) લાઈબ્રેરીની સ્થાપના કરવી.

7) દિવ્યાંગો તથા ગંભીર બીમારી ધરાવતા બાળકો, વ્યક્તિઓને તમામ તબીબી સંભાળ માટે આવાસ ઉભા કરવા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments