Team Chabuk-Gujarat Desk: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત શહેરની પોલીસ જાગી છે. પોલીસે શાળા અને કોલેજની પાસે કામ વગર રખડતા ભટકતા લુખ્ખા તત્વોને બેસવા પર પ્રતિબંધ લાદી દીધો છે. એવામાં ઓચિંતી સ્પોટ્સ સ્થળોની મુલાકાત લઈ પોલીસે 37 યુવકોની ધરપકડ કરી હતી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આજથી બે દિવસ પૂર્વે સુરત શહેરના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં શાળા, કોલેજ, ટ્યૂશન ક્લાસિસની આસપાસના પચાસ મિટરના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કારણ વગર ન બેસવાનું કહ્યું હતું. જાહેરનામા બાદ કંઈ ફેરફાર થયો છે કે નહીં તે જોવા માટે અંતે પોલીસનો કાફલો ખાબક્યો હતો અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે કહ્યું હતું કે આવનારા સમયમાં પણ ઓચિંતી મુલાકાત લઈ આટાફેરા મારતા લુખ્ખા તત્વોને પકડવાની કામગીરી કરવામાં આવશે. પોલીસે આટાફેરા મારતા લબરમૂછિયાને પકડ્યા ત્યારે તેઓએ ભાગવાના અવનવા બહાના બનાવ્યા હતા. જેમાંથી કોઈ ચા-સિગરેટ પીવા માટે અહીંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું, તો કોઈએ કહ્યું હતું કે એ મેગી ખાવા આવ્યો છે. જોકે પોલીસે આવી કોઈ બહાનાબાજી ચલાવી નહોતી.
| ક્યાંથી? | કેટલા જબ્બે? |
| ઓમ કોમ્પ્લેક્ષ | 2 |
| નવયુગ કોલેજ-સ્કૂલ | 4 |
| RV પટેલ કોલેજ | 4 |
| જીવનભારતી સ્કૂલ | 2 |
| RD કોન્ટ્રાકટર | 1 |
| ભટાર વિદ્યાભારતી સ્કૂલ | 2 |
| ભગવાન મહાવીર કોલેજ | 2 |
| ભીડભજન સ્કૂલ | 2 |
| દેવકી નંદન સ્કુલ | 3 |
| સ્કેટ કોલેજ | 2 |
| એમટીબી કોલેજ | 2 |
| કે.પી. કોમર્સ કોલેજ | 10 |
પોલીસના જાહેરનામામાં કોફી શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત હોવા છતાં વીઆઈપી રોડ પરની બે કોફી શોપમાં સીસીટીવી કેમેરા ન હોય બે માલિકોની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે વીઆઈપી રોડ પર પેલેડીયમમાં ધ હાર્ટ કે શોપના માલિક જૈમીશ ભરત વાસાણી અને દૃષ્ટી કાફે શોપના માલિક હાર્દિક તુલસી રાવલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
આ સિવાય સુરત શહેરની સૌથી મોટી સમસ્યા બની ગયેલા અને બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા કપલ બોક્સ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હોટલો, કાફે અને રેસ્ટોરન્ટમાં કપલબોક્સના હાટડા ખૂલ્યા હતા. જેના પર પ્રતિબંધ લાદવાની અવાર નવાર શહેરીજનો દ્વારા માગ કરવામાં આવી હતી. આખરે ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સતર્ક થયેલી પોલીસે કપલબોક્સ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
