Team Chabuk-Gujarat Desk: લોક સાહિત્યકાર દેવાયત ખવડને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે. દેવાયત ખવડ લગભગ અઢી મહિના કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. ત્યારે આખકે દેવાયત ખવડને હાઇકોર્ટને શરતી જામીન મળ્યા છે.
આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10મા દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં એક પછી એક તેમની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતાં છેલ્લા બે મહિનાથી જેલમાં છે. ચાર્જશીટ બાદ મૂકેલી રેગ્યુલર જામીન અરજી પણ 13 દિવસ પહેલાં કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે આખરે અમદાવાદ હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જમીન મંજૂર કર્યા છે અને તેના 6 માસ સુધી એટલે કે 183 દિવસ સુધી રાજકોટ પ્રવેશ પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ અગાઉ દેવાયત ખવડે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી હતી. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા અઢી મહિનાથી જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટમાં મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાનો કેસ
થોડા મહિનાઓ પહેલા દેવાયત ખવડે રાજકોટમાં મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો, જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતો.
હુમલા બાદ દેવાયત ખવડ હતો ભૂગર્ભમાં
ગુનો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. યુનિવર્સિટી રોડ પર આવેલા તેના બંગલામાં તાળું લગાવેલું હતુ. તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી હતા. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જો કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત