Homeગુર્જર નગરીઅમદાવાદ: લગ્ન પહેલા પતિએ દાદર ખરજવું હોવાની વાત ન કહેતા લગ્ન...

અમદાવાદ: લગ્ન પહેલા પતિએ દાદર ખરજવું હોવાની વાત ન કહેતા લગ્ન બાદ પત્ની પણ ભોગ બની, નોંધાઈ પોલીસ ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: લગ્ન પહેલા યુવક અને યુવતી પોતાની તમામ ક્ષતિઓ અને આવડત એકબીજાની સામે ઉજાગર કરતા હોય છે. જેથી આવનારા સમયમાં લગ્ન જીવનમાં કોઈ વિડંબણા ન રહે કે ભંગાણ ન સર્જાય. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં રહેતી એક યુવતીએ ગાંધીનગરમાં રહેતા એક યુવાનની સાથે લગ્ન કર્યાં. યુવકે યુવતીને નહોતું કહ્યું કે તેને દાદર-ખરજવુંની બીમારી છે. આ વાત યુવકે છાની રાખતા બાદમાં પરિણીતા પણ દાદર અને ખરજવાની સમસ્યાનો ભોગ બની હતી. એટલું જ નહીં તેના સસરા પણ તેની એકલતાનો લાભ ઉઠાવી અડપલાં કરતા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. પરિણીતાએ જ્યારે પોતાના પતિ અને નણંદને આ અંગે ફરિયાદ કરી અવગત કર્યાં તો તેમણે સસરાનો પક્ષ લેતા કહ્યું હતું કે, ‘તારે પપ્પા કહે એમ જ કરવાનું છે.’

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને નણંદની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાના લગ્ન 2020માં પેથાપુરમાં રહેતા નીરવભાઈની સાથે થયા હતા. પરિણીતાને લગ્ન બાદ જાણ થઈ હતી કે પતિ નીરવભાઈ દાદર અને ખરજવાની સમસ્યાથી પીડિત છે. આ બીમારી બાદમાં સપના બહેનને પણ લાગુ પડી હતી, પણ ઘર સંસાર ચલાવવા માટે તેઓ મૌન રહ્યા હતા. તેમની નણંદ દહેજને લઈ મહેણા-ટોણાં મારતી હતી જ્યારે સસરા અડપલાં કરતા હતા. કંટાળીને પરિણીતા સાસરિયું છોડી પીયર ચાલ્યા ગયા હતા અને અહીં સાસરિયા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ આ સિવાય એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના પતિને પાડોશમાં રહેતી મહિલાની સાથે આડા સંબંધો છે. પરિણીતાએ આ અંગે પૂછતા પતિએ તેની સાથે ઝઘડો અને બાદમાં મારઝૂડ કરી હતી. આ વાતની પરિણીતાને ત્યારે ખબર પડી કે એક મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા બાદમાં તેમની સાથે યોગ્ય વર્તન નહોતા કરતા, તેમજ રાતના ઘરે મોડા આવતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments