Team Chabuk-Gujarat Desk: રાજકોટના ખૂબ ચર્ચિત બનેલા ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો થયો છે. દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી વાસુવલા 24 વર્ષ પૂર્વે ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. 47 આરોપીઓમાંથી 11 આરોપીઓના મોત થતાં તેની સ્મએના કેસ એબેટ થયાં, પાંચ હજુ ભાગેડુ છે. કુલ 367માંથી 56 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા.
આ કેસની વિગતે વાત કરીએ તો, દુબઈ સ્થિત માફીયા ગેંગ સાથે પૂર્વયોજીત કાવતરુ રચિ ભારતની મુફતી ગેંગના માણસો દ્વારા પૂર્વયોજીત કાવતરુ રચિ રાજકોટના યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી તા.12-11-2000 ના રાત્રીના 2-45 કલાકે પરેશ-ભાસ્કરનું રીવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમાં અપહરણ કરી જૂનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ, વિસાવદર સતારભાઈના ડેલામાં, અમરેલી તેજશ ડેરના મકાનમાં, ચાવંડ ગામમાં ભુપત કનારાના મકાનમાં, રાજપીપળા લેનીન ઉર્ફે પેરૂ વસાવાના મકાનમાં, થવા ફડીયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમાં, દિલ્હી મુકામે અને વાલીયા તાલુકાના થવા ફડીયાના ધર્મેન્દ્રસિંહ વસાવાના મકાનમાંથી બંધક બનાવેલા હતા. પોલીસે પરેશ શાહને ઓપરેશન કરી મુક્ત કરાવ્યો ત્યારે આરોપી રાજસી હાથીયા મેરએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનું મૃત્યુ નીપજ્યું અને જ્યારે સરધાર નજીક આસિફ રજાક ઉર્ફે રાજનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ભાસ્કર પારેખને ગોંધી રાખી ભાસ્કરના પિતા પ્રભુદાસભાઈનો ફોન ધ્વારા સંર્પક કરી રૂ.20 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમાથી 3 કરોડ નકકી કરવામાં આવેલા જેમાંથી દોઢ કરોડ મેળવી ભાસ્કરના શરીર પરના એક લાખના દાગીનાની લૂંટ કરી દિલ્હીથી મુક્ત કર્યો હતો અને પરેશ અટકાયતમાં હતો દરમિયાન તેના ભાઈ ચંદ્રેશ લીલાધર શાહનો ફોન દ્વારા સંપર્ક કરી રૂપિયા એક કરોડની ખંડણી મેળવેલી તે નાણાનો ત્રાસવાદી સંગઠન ” જૈસ-એ મહમદ ” ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થિત ચલાવવા પૈસાની જરૂરિયાત પડે તે માટે આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસામાથી આપવામાં આવેલી હતી.
ભાસ્કર-પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ-જામનગર, રાજેન્દ્ર અનડકટ-દુબઈ, ફઝલ-ઉર-રહેમાન-દુભાઈ, આફતાબ-દુબઈ, ભોગીલાલ દરજી-દુબઈ, નીતીન દરજી-દુબઈ, મહેલ તુષાર શાહ-લંડલ (યુ.કે.) ના અગાઉથી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયાનગરમાં નોંધાયેલી ફરિયાદના કામે પોલીસે તપાસના અંતે ઈ.પી.કો.કલમ-364 (એ), 395, 342, 344, 395, 397, 120 (બી), 121, 121 (એ), 122, 124 (એ), 34, 114, 188 તથા આર્મસ એકટ કલમ 25 (1) (એએ) તથા ફોરેનર્સ એકટ કલમ 14 અન્વયે જે રીતે પકડતા ગયેલ તે રીતે મુખ્ય ચાર્જશીટ તથા 8 સપ્લીમેન્ટરી ચાર્જશીટના કામે આરોપીઓ (1) ધમેન્દ્ર રૂપસીહ વસાવા (2) ઈનાયત દાઉદ પટેલ (3) અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ (4) મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ (5) વિશાલ વલ્લભભાઈ માડમ (6) કિશોર માધવજીભાઈ વેગડા (7) દિગ્વીજયસીહ પરબતસીહ રાણા (8) જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ (9) મેહુલ ઉમેશભાઈ પાઉં (10) રાજેન્દ્ર વજલાલ ઉનડકટ (11) શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી (12) શૈલેન્દર અંતરસીંગ જૉટ (13) દિલીપ અમૃતભાઈ પટેલ (14) રાજુ ઉર્ફે રૂપમ કાન્તીભાઈ પોપટ (15) સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જૉટ (16) પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ (17) સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ (18) હિતેશ હરભમભાઈ સીસોદીયા (19) નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ (20) ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી (21) બીજમોહન હનુમાનરાય શર્મા (22) ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ (23) મહમદ સીદીક સમેજા (24) ભાવીન કિરીટભાઈ વ્યાસ (25) મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા (26) આનંદ ઘેલુભાઈ માડમ (27) ઈરફાન અકીલભાઈ શેખ (28) ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ (29) તેજશ રાણાભાઈ ડેર (30) ભલાભાઈ કચરાભાઈ નારીયા (31) ક્રિનવ રમેશભાઈ ચૌધરી (32) રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી (33) મનોજ પ્રવીણભાઈ સંખાવરા (34) આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી (35) જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન (36) ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી (37) દિપક નાગેશ્વર મંડલ (38) સચીન વલ્લભભાઈ માડમ (39) અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂ (40) શાંતીલાલ ડાયાભાઈ વસાવા (41) લેનીન ઉર્ફે પેરૂ અર્જુનભાઈ વસાવા (42) દિનેશ ચતુરભાઈ વસાવા(43) સવા દેવાયતભાઈ કાનગડ (44) કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ (45) મનોજ હરભમભાઈ સીસોદીયા (46) જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ (47) ભુપત સામતભાઈ કનારા નાઓ વિરૂધ્ધ ફરિયાદી પરેશ લીલાધર શાહે આપેલ ફરિયાદના તપાસના અંતે ચાર્જશીટો અદાલતમાં રજુ કરવામાં આવી હતી.
આરોપીઓ વિરૂધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામાં આવતા તેમ તેમ કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ 2003માં અને છેલ્લો કેસ વર્ષ 1019 સુધી માં કુલ-9 સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સીધની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા. 02/07/2024 ના પુરાવો નોંધવાનુ શરૂ કરી તા.18-12-2024 ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષેની દલીલો સાંભળી તા. 31-12-2024 ના રોજ આખરી ચુકાદા માટે કેસ મુકરર કરવામા આવેલો.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષેથી 333 ચાર્જશીટના સાહેદો ઉપરાંત 34 સાહેદોને ચાર્જશીટથી બહારના એડીશ્નલ સાહેદો સરકાર તરફેથી તપાસવાના હોય જે એ રીતેના ૩૬૭ સાક્ષીમાથી કુલ ૫૬ સાક્ષીઓને તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવો રજુ કરી સરકારપક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોવાથી આરોપીઓને મહતમ સજા કરવા લંબાણપુર્વકની દલીલો કરવામા આવેલી જેમા આરોપીઓ પક્ષેથી દલીલો કરવામા આવેલ કે આરોપીઓ સામેના તહોમત મુજબનો પુરાવો રેકર્ડપર લાવી આરોપીઓ વિરૂધ્ધનુ તહોમત સરકારપક્ષ પુરવાર કરવામા સદંતર નીષ્ફળ નીવડેલ છે જેનુ અપહરણ થયેલ તે ભાસ્કર-પરેશ પણ કોઈ આરોપીઓને ઓળખી બતાવતા નથી. મોટા ભાગના પોલીસ સાક્ષીઓ તથા ઓળખ પરેડ કરાવનાર મામલતદાર સહીતનાઓ પણ આરોપીઓને ઓળખી શકેલ નથી. યુરોપીયન જીમખાના પાસેથી બંનેનુ અપહરણ થયાનુ પુરવાર થતુ નથી જેની પાસે ખંડણી મંગાયેલ તે પ્રભુદાસભાઈ પારેખને તપાસવામા આવેલ નથી બનાવના મુખ્ય સાહેદ જે તે વખતના પોલીસ કમિશનર સુધીરકુમાર સીન્હા, નાયબ પોલીસ કમિશનર અરૂણકુમાર શર્મા અને મદદનીશ પોલીસ કમિશનર એન.કે.ગોહીલને પણ તપાસવામાં આવેલ નથી તેમજ જે પોલીસ સાહેદો દ્વારા વિટનેસ બોકસમાંથી જે આરોપીઓને ઓળખવા કોશીષ કરેલ છે તેમાં ખોટા વ્યકિતને આરોપી તરીકે ઓળખી બતાવે છે, આરોપીઓએ પ્રોસીક્યુશનના કેસમા માત્ર શંકા જ ઉપસ્થિત કરવાની છે. જેથી આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવા લંબાણ પુર્વકની દલીલો કરવામા આવી હતી. બંને પક્ષેની રજુઆતો, રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ એડી. સેસન્સ જજ ડી.એસ.સિંઘે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
ઉપરોક્ત કેસમા આરોપીઓ તરફે રાજકોટના નામંક્તિ એડવોકેટો લલીતસીહ શાહી, પી.એમ.શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, બી.જે.બોરીચા, ભુવનેશ શાહી, કૃણાલશાહી, સી.એમ.દક્ષીણી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાતરા, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીજ્ઞેશ શાહ, પીયુષ કારીયા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ વગેરે રોકાયેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત