Homeગુર્જર નગરીLIVE VIDEO: અરવલ્લીમાં ભાજપના નેતા દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયાનો આરોપ,...

LIVE VIDEO: અરવલ્લીમાં ભાજપના નેતા દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયાનો આરોપ, સ્થાનિકોએ દારૂ ભરેલી સ્કોર્પિઓ ઝડપી

Team Chabuk-Gujarat Desk: અરવલ્લીમાં સ્કોર્પિઓ કાર અટકાવી હતી. પોલીસ અને તંત્રને કરવાનું કામ લોકોએ કરી બતાવ્યું હતું. જોકે અહીં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે. સાથે જ કેટલાક વીડિયો પણ જે લોકોએ ઉતાર્યા તે પણ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપની ટોપી પહેરેલા વ્યક્તિ રાજુ પટેલ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ કારને અટકાવી રહેલા લોકોને કારથી દુર કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. બાદમાં તેઓ ત્યાંથી જતા રહે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનીક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે ? તે પ્રશ્ન ઊભો થયો છે. આ દારૂ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારૂ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે. જોકે પોલીસ હવે સત્તાવાર રીતે શું જાહેર કરે છે તેના પર મીટ મંડાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments