Team Chabuk-Gujarat Desk: ભરૂચના જંબુસર ખાતે આજે પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જોકે, તેઓના આગમન પેહલા જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો. જેથી અફડાતફડી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. સાપની નજીકમાં જ ખુરશી પર બેસેલા બાળકને એક પોલીસ કર્મીએ ઉઠાવી લીધો હતો અને ત્યાથી સહિસલામત જગ્યાએ ખસેડ્યો હતો.
જંબુસરમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પેહલા જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો. જેથી અફરાતફરી મચી ગઈ હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપે દેખા દેતા લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ દોડી આવ્યાં હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતા થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરશીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
સભા મંડપમાં સાપ નીકળતા અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યૂ કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ભાજપ તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાની સંભાળી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત