Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચે ખોડા ચેક પોસ્ટ પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લીધો છે. ચૂંટણીમાં દારુની રેલમછેલ થાય એ પહેલા બનાસકાંઠા પોલીસ દ્વારા બાતમીના આધારે દારુનું કન્ટેનર ઝડપી લેવામાં આવ્યું છે. રાજસ્થાનથી કન્ટેઈનર મારફતે દારૂ ઘૂસાડવામાં આવતો હતો. જોકે LCBને માહિતી મળતા વૉચ ગોઠવી હતી અને કન્ટેઈનર પસાર થતા જ પોલીસે દબોચી લીધી હતી.
ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજ્યની ચેકપોસ્ટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયેલો છે. અત્યાર સુધી પોલીસે 22 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચૂંટણીને લઈ ગુજરાતની દરેક બોર્ડર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત