Homeગુર્જર નગરીરોહિતભાઇ ઉસદડની બદલી થતાં અધિકારી-કર્મચારીઓએ શુભકામનાઓ પાઠવી

રોહિતભાઇ ઉસદડની બદલી થતાં અધિકારી-કર્મચારીઓએ શુભકામનાઓ પાઠવી

Team Chabuk-Gujarat Desk: વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી રોહિતભાઇ ઉસદડને વતન નજીક ગીર સોમનાથ જિલ્લામાં બદલી મળતા શાલ ઓઢાડી, શ્રીફળ-સાકરનો પડો અને પુષ્પગુચ્છ આપી તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

Bapa

નાયબ માહિતી નિયામક બી.પી. દેસાઇએ જણાવ્યું કે, સરકારી નોકરીમાં બઢતી અને બદલી થતી રહે છે. રોહિતભાઇને વતન નજીક બદલી થતાં તે તેમની પારિવારિક જવાબદારીઓ અને અન્ય કામગીરી વધુ સારી રીતે કરી શકશે. તેમણે રાજ્ય સરકારની વિવિધ સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે તેથી તેમને સફળતા મળે તેવી શુભકામનાઓ પણ દેસાઇએ પાઠવી હતી. રોહિતભાઇ ડાઉન ટુ અર્થ, સહજ અને નિખાલસ સ્વભાવના છે ત્યારે તેમને વડોદરા માહિતી કચેરીમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. ખાસ કરીને કોરોના સમયે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટમાં પણ તેમણે તેમની સેવાઓ આપી હતી.  તેમની કસાયેલી કલમ અને લેખિનીને લીધે રોહિતભાઇ ગીર સોમનાથમાં વધુ ખ્યાતિ મેળવે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

પૂર્વ સહાયક માહિતી નિયામકશ્રી એસ.જે. મિશ્રાએ કહ્યુ કે, રોહિતભાઇ ઉસદડને વતન નજીક બદલી મળતાં ખુશીઓ છે. રોહિતભાઇની લેખન પ્રવૃત્તિ અને લેખિની સારી છે. તે ટેલેન્ટેડ છે અને તેમને ચાન્સ મળે તો તેમની કારકિર્દી વધુ સારી રહી શકે છે. રાજ્ય સરકારની વિવિધ સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રોહિતભાઇને શુભકામનાઓ પણ પાઠવી હતી.

માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા અને વિદાયમાન લઇ રહેલા રોહિતભાઇએ કહ્યું કે, માહિતી ખાતાની મિલકત સમાન મિશ્રા સાહેબ અને દેસાઇ સાહેબ છે. વડોદરા ખાતે માર્ચ-૨૦૧૯માં માહિતી મદદનીશ તરીકે જોડાયો, પ્રતિભાવાન વ્યક્તિઓ સાથે વડોદરામાં કામ કરવાનો અનુભવ બહુ સરસ રહ્યો છે, તે બાબતે કારકિર્દીમાં સારી એવી ભૂમિકા ભજવી છે. વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પારિવારિક વાતાવરણ મળ્યું તેથી હુ પોતાને ભાગ્યશાળી માનું છું. વડોદરામાં શરૂઆતના સમયે કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓનો સહયોગ સાંપડ્યો છે, આજે બદલી સમયે પરિવારમાંથી છૂટો પડી રહ્યો તેમ અનુભવાય છે.

કચેરીના સહાયક માહિતી નિયામક શ્રીમતી ભાનુબેન રાણા, કચેરી અધિક્ષકશ્રી એસ.બી. સુખડીયા, સહાયક અધિક્ષક શ્રીમતી શિલ્પાબેન સોની, સોનાલીબેન મિસ્ત્રી, શ્રી વી.ડી. રબારી, શ્રી અમરતભાઇ દેસાઇ સહિતના કર્મચારીશ્રીઓએ શુભકામનાઓ પાઠવી હતી. વિદાયમાન પ્રસંગે વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments