Homeગુર્જર નગરીવડોદરા: સાપના આખા શરીર પર ચોટેલું હતું ડામર અંતે આ રીતે બચાવાયો...

વડોદરા: સાપના આખા શરીર પર ચોટેલું હતું ડામર અંતે આ રીતે બચાવાયો જીવ

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના માંજલપુર ઔધોગિક વિસ્તારમાં અચાનક રસેલ વાઈપર (સાપ) આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા ઓપરેશન કરી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ સાપના આખા શરીર પર ડામર ચોટેલું હતું અને ખૂબ જ પીડામાં હતો. રેસ્ક્યુ ટ્રસ્ટના દીક્ષિતભાઈએ તરત જ કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ને કોલ કરી આ ઘટનાની જાણ કરી હતી.

માહિતી મળતા જ ૧૯૬૨ એમ્બ્યુલન્સના વેટરનરી ડો. ચિરાગ પરમાર, ડો. દિલકુશ મીના અને પાયલોટ ચંદુભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોક્ટર ચિરાગ પરમાર અને તેમની ટીમ ભેગા મળીને આ સર્પને રિસ્ટેન કરી તેના શરીર ઉપર ડીઝલ છાંટીને બધા જ કોલ્ટર કાઢી લેવામાં આવ્યા હતા.

ડો. ચિરાગના કહેવા અનુસાર આ રેપટેઇલ (સરીસૃપ) જંગલી પ્રાણીના અનુસૂચિમાં આવે છે.ડો. ચિરાગે સાપના શરીર ઉપર ઝીંક ઓક્સાઇડ અને વેસેલીન લગાવીને આખા શરીર પરથી ડામરનો લેપ દૂર કરી જરૂરી સારવાર કરી સાપનો જીવ બચાવ્યો હતો. વડોદરા શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અબોલ પશુ પક્ષીઓ સાથે સરિ સૃપ (સાપ) નો પણ જીવ બચાવવામાં સફળતા મળી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments