Team Chabuk-Gujarat Desk: ભાવનગર નજીક એક કાર ચાલક ભડકે સળગતી કારમાં જ ભડથું થઈ ગયો હતો. આ યુવક અમરેલીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આગ કાબુમાં આવ્યા પછી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એક અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા કારમાં આગ લાગી ગઈ હતી. જે પછી યુવક કારમાં જ ભડથું થઈ ગયો હતો.

અમરેલીના રાજુલા ખાતે રહેતા અને વ્યવસાયે કાર ચલાવવાનું કામ કરતા આઘેડ રાજુલાથી પેસેન્જર ભરીને અમદાવાદ ઉતારવા માટે ગયા હતા. અમદાવાદ પેસેન્જર ઉતારી પોતાની ઇકો કાર લઈને રાજુલા જતા હતા ત્યારે ભાવનગરથી થોડે દૂર આવેલા નારી ગામ નજીક દસ નાળા પાસે અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા કારમાં આગ ભભુકી ઉઠી હતી. સ્થાનીકોનું કહેવું છે કે એક ચીસ જેવું સંભળાયું પણ અંદર કોઈ હોય કે નહીં તે તપાસવું પણ કેવી રીતે કારણ કે આગ ઘણી ફેલાઈ ચુકી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ થતાં ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીઘી હતી. આગમાં કાર ચાલક ભડથું થઈ ગયો હતો. વરતેજ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અમરેલીના રાજુલા શહેરમાં રહેતા અને કાર ચલાવી જીવન નિર્વાહ કરતા હનિફ દાદુ કુરેશી ઉમર 52 વર્ષ રાજુલાથી પેસેન્જર લઈને અમદાવાદ પેસેન્જર ઉતારવા ગયા હતા. દરમિયાન અમદાવાદથી પેસેન્જર ઉતારી મારૂતિ ઈકો કાર નં-જી-જે-14-એપી-7106 લઈને રાજુલા જઈ રહ્યા હતા. તે દરમિયાન નારી ચોકડી પાસે આવેલા દસનાળા નજીક આ કારને અજાણ્યા વાહને અડફેટે લેતાં કાર સળગી ઉઠી હતી. કાર સળગી હોવાનો સંદેશો મળતા 108 એમબ્યુલન્સના બ્રીજેશભાઈ વ્યાસે ફાયર બ્રિગેડને જાણ કર્યાની સાથે ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં કરી દીધી હતી. કારમાં રહેલો ચાલક ભડથું થઈ ગયો હતો અને કાર પણ સંપૂર્ણ પણે ખાખ થઈ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
