Homeગુર્જર નગરીHelicopter crash: ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલાઓમાં ભાવનગરની ત્રણ યુવતીનો સમાવેશ

Helicopter crash: ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલાઓમાં ભાવનગરની ત્રણ યુવતીનો સમાવેશ

Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash)ની દુર્ઘટના બની છે. આ ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા છે. જેમાં ભાવનગરની ત્રણ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓના મોત થયા છે. યુવતીઓની મોતની જાણ થતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મૃતકોના નામ

અનિલસિંહ પરમાર- પાયલટ (ઉં.વ. 57)- મુંબઈ મહારાષ્ટ્ર

ઉર્વિ બારડ- (ઉં.વ. 25)- ભાવનગર, ગુજરાત

કૃતિ બારડ- (ઉં.વ. 30)- ભાવનગર, ગુજરાત

પૂર્વા રામાનુજ- (ઉં.વ. 26)- ભાવનગર, ગુજરાત

સુજાતા- (ઉં.વ. 56)- અન્ના નગર, ચેન્નઈ

કલાબેન- (ઉં.વ. 50)- અન્ના નગર, ચેન્નઈ

પ્રેમ કુમાર- (ઉં.વ. 63)- અન્ના નગર, ચેન્નઈ

મૃતક ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાંથી એકનો તો આજે જન્મદિવસ હતો. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીના દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

ઉર્વિ બારડ
કૃતિ બારડ

કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ અને 5 શ્રદ્ધાળુઓ એમ કુલ 7 લોકોનાં મોત થયાં છે. હેલિકોપ્ટરે ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈને નીચે પડ્યું હતું. હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું ત્યાંથી હેલિકોપ્ટરના પાર્ટ્સના ટુકડે ટુકડા જોવા મળી રહ્યા છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડમાં બનેલી આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.

અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું

અમિત શાહે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આજે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments