Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે નાના બાળકો રમતા-રમતા કોઇ વસ્તુ ગળી જાય તેવા તો અનેક કિસ્સાઓ બનતા હોય છે. બાળકોના આવા કિસ્સામાં ઓપરેશન કરવું સરળ છે. જો કે, ભુજ અદાણી સંચાલીત મેડીકલ હોસ્પિટલમાં એક 78 વર્ષના વૃદ્ધનો આવો કેસ આવ્યો જેને લઈને ડોક્ટર ચિંતામાં મુકાયા હતા કારણ કે વૃદ્ધને એક સાથે અનેક બીમારી હતી એટલું જ નહીં વૃદ્ધનું હ્રદય પણ 25 ટકા જ કામ કરતું હતું.
માંડવી તાલુકાનાં વડઝરી ગામના ૭૮ વર્ષના શામજી મેઘજી ભીમાણીને અચાનક ઉધરશ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ ન થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં પરીક્ષણ કરાવ્યું હતુ. પરિક્ષણમાં સામે આવ્યું હતું કે, વૃદ્ધના ફેંફસામાં કોઈ વસ્તુ ફસાઇ ગઇ છે.
આ ઘટના સમયે 78 વર્ષની ઉંમર, હાઈ બી.પી, ડાયાબિટિસની તકલીફ અને હ્દય માત્ર 25 ટકા કામ કરતું હતુ. તે વચ્ચે તેને સારવાર માટે ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમા સારવાર માટે લવાયા. જ્યાં તબીબોએ તેમનું સફળ ઓપરેશન કરી જીવ બચવી લીધો.
આ અંગે ડૉક્ટરે કહ્યું કે, 78 વર્ષની ઉંમરે તેમનું ઓપરેશન કરવું પડકારજનક અને જોખમી હતુ. કેમકે આ પ્રકારનું ઓપરેશન મેડિકલ સાયન્સમાં જોખમી ગણાય છે. દર્દીની શ્વાસનળીમાં દૂરબીન સેટ કરાય છે અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવે છે. તેવામાં દર્દીને અન્ય બીમારીઓ પણ હતી પરંતુ જોખમ વચ્ચે પણ અદાણી હોસ્પિટલની ટીમે આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું. અદાણી હોસ્પિટલમાં આ પ્રકારનું જટીલ ઓપરેશન પ્રથમવાર થયુ હશે. કેમ કે ભાગ્યે જ આટલી મોટી ઉંમરે આવા પ્રદાર્થ ગળી જવાના કિસ્સા બનતા હોય છે.
જી.કે.જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર નરેન્દ્ર હિરાણ, અજિત ખીલનાની, ડૉ. હેતલ જોશી, રેસિ. ડૉ. નિસર્ગ દેસાઇ, ડૉ. રોનક બોડાત, ડૉ. મંદાકિની ઠક્કર, ડૉ. જયદીપ પટેલ, ડૉ. નિરાલી ત્રિવેદી તેમજ ડૉ.ખ્યાતિ સહિત નિષ્ણાતો આ જટીલ ઓપરેશનમાં જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત