Homeગુર્જર નગરીસુરતમાં જાહેરમાં સ્ટંટ કરનારા યુવક યુવતીએ માગી માફી, જુઓ વીડિયો

સુરતમાં જાહેરમાં સ્ટંટ કરનારા યુવક યુવતીએ માગી માફી, જુઓ વીડિયો

Team Chabuk Gujarat desk: સોશિયલ મીડિયા પર જે યુવક અને યુવતીનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો તેણે ભૂલ સ્વીકારીને માફી માગી છે. ઈન્સ્ટાગ્રામ પર જ તેમણે વીડિયો બનાવીને માફી માગી છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે, તેમની ભૂલ થઈ ગઈ હતી તેમને એવું કરવું જોઈતું ન હતું. યુવક અને યુવતી પોતાની ભૂલ સ્વીકારવાની સાથે એ પણ સ્વીકારે છે કે તેમના પર કેસ થયો હતો જેનો તેમણે દંડ ભરી દીધો છે અને આગામી સમયમાં હવે આવા જોખમી સ્ટંટ ન કરવાની પણ ખાતરી આપે છે.

શું હતો સમગ્ર મામલો ?

સુરતના રહેમાન મલિક નામના યુવકના આઈડી પર એક વીડિયો અપલોડ કરાયો હતો જેમાં તે જોખમી રીતે સ્ટંટ કરી રહ્યો છે. સ્પોર્ટ્સ બાઈકમાં જાહેર રસ્તામાં યુવક અને યુવતી બાઈક પર જઈ રહ્યા છે.  આ સમયે યુવકની બાઈક પાછળ બેસેલી યુવતી ફિલ્મી સ્ટાઈલમાં બાઈકની આગળ આવી જાય છે. આ વીડિયો વાયરલ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં યુવકને ઈન્સ્ટાગ્રામ પરથી વીડિયો હટાવવો પડ્યો હતો. સાથે જ પોલીસ સ્ટેશનમાં દંડ પણ ભરવો પડ્યો હતો.

રહેમાન મલિકના ઈસ્ટાગ્રામ પર 4 લાખ 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. યુવક યુવતી બંને સાથે મળીને વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. તેના ફેન્સ પણ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસાવે છે. જો કે, વિવાદમાં આવ્યા બાદ તાજેતરમા તેમણે પોસ્ટ મુકવાનું બંધ કર્યું છે. નવા વીડિયોમાં તેઓ દાવો કરે છે કે, હવે આવી ભૂલ નહીં કરે અને ફેન્સનો પ્રેમ જાળવી રાખવા માટે નોર્મલ વીડિયો જ અપલોડ કરશે.

સુરત ડાયમંડ સિટી કે સ્ટંટ સિટી ?

સુરત ડાયમંજ સિટીની સાથે સાથે સ્ટંટ સિટી થઈ રહ્યું હોય તેવુ થોડા દિવસોથી લાગી રહ્યું છે. તાજેતરમાં જ સુરતના ત્રણ વીડિયો વાયરલ થઈ ચુક્યા છે.  8 માર્ચે પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક કતારગામ અને રાંદેરને જોડતા બ્રિજ પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે એ પણ રોંગ સાઈડમાં. બ્રિજ પર તે ઓવરસ્પીડની સાથે સાથે બાઈકનું એક પૈંડુ જમીનથી ઉપર રાખીને બાઈક ચલાવવી રહ્યો છે. આ યુવકે પોતાની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.

યુવતીનો વીડિયો પણ થયો હતો વાયરલ

આ ઉપરાંત સુરતની એક યુવતીનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમા તે યુવતી ઓવરસ્પીડમાં બાઈક ચલાવી રહી છે સાથે તેણે ન તો હેલ્મેટ પહેર્યું છે કે  ન તો મો પર માસ્ક લગાવ્યું છે. વીડિયો પોલીસ પાસે પહોંચતાં પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતમાં આવા વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે ખુદ મેદાને આવવું પડ્યુ હતું અને જોખમી સ્ટંટ કરતાં નબીરાઓને આવા સ્ટંટ ન કરવા આદેશ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments