Team Chabuk-Gujarat Desk: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે બસનો અકસ્માત (bus accident) સર્જાયો છે. બામણબોર નજીક ખાનગી બર રોડ પરથી નીચે ઉતરી જતાં 15 મુસાફરોને ઈજા પહોંચી છે. અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી બસ બામણબોર નજીક રોડ પરથી નીચે નાળામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 મુસાફરોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.
બસચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હોવાનું પણ મનાઇ રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
