Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ટોલ બુથના અધિકારીને માર મારવાના કેસમાં ટ્રાન્સપોર્ટર અને ત્રણ પત્રકાર...

ગીર સોમનાથઃ ટોલ બુથના અધિકારીને માર મારવાના કેસમાં ટ્રાન્સપોર્ટર અને ત્રણ પત્રકાર સહિત 10 સામે ફરિયાદ નોંધાઈ

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટર અને ત્રણ પત્રકાર સહિત 10 લોકો સામે ગુનો નોંધાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઓફિસમાં કાવતરું રચીને તોડફોડ કરી માર મારવાના મામલે 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. NHAIના અધિકારી રાજીવ મલ્હોત્રાએ ટ્રાન્સપોર્ટર જગમાલ વાળા અને ત્રણ પત્રકાર સહિત 10 લોકો સામે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેથી તમામ 10 લોકો સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે વેરાવળ નજીક આવેલા ડારી ટોલબુથ પર ટ્રકોના ટોલ ટેક્સ ન ભરવા મામલે વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે આરોપ છે કે શિવમ ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલ વાળાએ મળતીયાઓ સાથે NHAIની ઓફિસમાં ઘસી જઈને અધિકારી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં NHAIના અધિકારી રાજીવ મલ્હોત્રા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ટ્રાન્સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચીને પત્રકારોને સાથે રાખીને તોડફોડ અને હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.

shreeji dhosa

આ મામલે પ્રભાસ પાટણ પોલીસે ટ્રાન્સપોર્ટર જગમાલ વાળા સહિત 10 શખ્સો વિરુદ્ધ ફરજમાં રુકાવટ, કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રભાસ પાટણ પોલીસે નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર રાજીવ મહેન્દ્રકિશન મલ્હોત્રાની ફરિયાદ આધારે આરોપીઓ (1) જગમાલ વાળા (શિવમ ટ્રાન્સપોર્ટના સંચાલક) (2) રામજી ચાવડા (પત્રકાર) (3) મિલન વાળા (4) અસ્પાક મુગલ (5) માલદે વાળા (6) કનુ પંડ્યા (7) વીજય જોટવા (પત્રકાર) (8) મેઘજી ચાવડા (9) વિશાલ તંબોલીયા (પત્રકાર) (10) દિલ્પેશ રામ  વિરુદ્ધ આઈ.પી.સી. અધિનિયમની કલમ 323,504,452,332, 143, 147,337,120 B ,506(2) તેમજ સાર્વજનિક મિલ્કતોને નુકશાન અધિનિયમની કલમ 3 મુજબ એફ.આઈ.આર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments