Homeગુર્જર નગરીલ્યો બોલો: કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સાથે મળી કર્યો વિરોધ

લ્યો બોલો: કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સાથે મળી કર્યો વિરોધ

Team Chabuk-Gujarat Desk: તાપીમાં જમીન સંપાદનને પગલે આજે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક મંચ નીચે આવ્યા હતા. વ્યારા સેવા સદન બહાર કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભેગા થઈને વિરોધ વ્યક્ત કર્યો છે. છેલ્લા થોડા સમયથી નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇવે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે.

જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વ્યારા સેવા સદન બહાર આદિવાસી આગેવાનો સાથે વિરોધ વ્યક્ત કરવા ભેગા થયા હતા.

જેને પગલે તંત્રના જવાબદારો સહિત નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વિરોધીઓની એક કમિટી રચી બેઠક મળી હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આદિવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમની એક ઇંચ નવી જમીન આપવા તૈયાર ન હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments