Homeગુર્જર નગરીદ્વારકા: 54.45 કરોડની જમીન પર ફર્યું દાદાનું બુલડોઝર, 9 ધાર્મિક દબાણો દૂર...

દ્વારકા: 54.45 કરોડની જમીન પર ફર્યું દાદાનું બુલડોઝર, 9 ધાર્મિક દબાણો દૂર કારાયા

Team Chabuk-Gujarat Desk: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ગત શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં પાંચ દિવસમાં કુલ 54.45 કરોડની કિંમતની એક લાખથી વધુ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા છે.

અત્યાર સુધીમાં તબક્કાવાર ઓપરેશન હાથ ધરાયું જેમાં મંગળવારે ઓખામાં આવેલી દામજી જેટી પાસે 40 વર્ષ જૂના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી 5,650 ચોરસ મીટરના દબાણો દૂર કરાયા છે. જેની કિંમત આશરે 6.50 કરોડ આંકવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં 39 રહેણાંક, 7 કોમર્શિયલ અને 3 અન્ય મળી કુલ 49 બાંધકામો તોડી પડાયા છે.

બુધવારે બેટના પાર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં 26,332 ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે. જેની કિંમત સવા સાત કરોડ જેટલી છે. એટલે કે, છેલ્લા બે દિવસમાં જ વધુ 20 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ દેખરેખ હેઠળ ચાલી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ કામગીરીનું જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જેને ગૃહ રાજ્યમંત્રીએ પણ બિરદાવી છે.
આ તરફ જામનગર નજીકના પીરોટન ટાપુમાં બે દિવસ પૂર્વે 9 જેટલા ધાર્મિક દબાણો સરકાર દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 જેટલા ટાપુઓ ધરાવતા વિશાળ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત તારીખ 11મીથી અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ અંગે રેન્જ આઈ.જી.એ કહ્યું હતું કે, અગાઉના સમયમાં વર્ષોમાં દુશ્મન દેશો દ્વારા આ માર્ગેથી જ ડ્રગ્સ, હથિયાર વગેરેની હેરાફેરી તેમજ નકલી નોટો ઘુસાડવાના ષડયંત્ર પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે અહીંના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે હાલ આ ઝુંબેશ મહત્વની બની રહી છે.

bet dwarka

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments