Homeગુર્જર નગરીધોરાજીઃ ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા પટેલ પરિવારના ચાર લોકોના...

ધોરાજીઃ ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા પટેલ પરિવારના ચાર લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: ધોરાજી નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલી એક કાર અચાનક ભાદર નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ કારનું ટાયર ફાટતા ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ધોરાજી નજીક ભાદર નદી પરના બ્રિજની પાળી તોડી કાર નીચે નદીમાં ખાબકી હતી. કાર પાણીમાં ખાબકતાં ચાર વ્યક્તિના મોત થયા છે. મળતી વિગતો મુજબ ભાદર-2 નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારનું ટાયર ફાટતાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પુરુષ અને ત્રણ મહિલાના મોત થયા છે.

dhoraji accident

આ અકસ્માતમાં પટેલ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકો ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર પરિવાર સાથે માંડાસણ ગામે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર, તેમના પત્ની લીલાવતીબેન દિનેશભાઈ ઠુંમર, દીકરી હાર્દિકા દિનેશભાઈ ઠુંમર અને સાઢુભાઈના પત્ની સંગીતાબેન પ્રવીણભાઈ કોયાણી એમ ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. મૃતક હાર્દિકાબેન ઠુંમરની હજુ થોડા દિવસો પહેલા જ સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments