Homeગુર્જર નગરીરાજકોટની આ યુવતી ડ્રગ્સનો નશો કરતા-કરતા ડ્રગ્સ પેડલર બની.. યુવાધનને ડ્રગ એડિક્ટ...

રાજકોટની આ યુવતી ડ્રગ્સનો નશો કરતા-કરતા ડ્રગ્સ પેડલર બની.. યુવાધનને ડ્રગ એડિક્ટ બનાવતી, જાણો યુવાનો સાથે કઈ રીતે બનાવતી સંપર્ક

Team Chabuk-Gujarat Desk: રાજકોટ પોલીસે નશાનો કાળો કારોબાર કરનાર પેડલરની ધરપકડ કરી છે. રાજકોટ શહેર SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરા (ઉં.વ.23)ની ધરપકડ કરી છે. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ-તપાસમાં અમી ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવતી હતી, આથી પોલીસે જલાલ કાદરીની પણ ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં અમી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી ધનવાન યુવાનોનો સંપર્ક કરી તેને નશાના રવાડે ચડાવતી હતી. અમી એક ગ્રામ ડ્રગ્સની પડીકી અઢી હજારમાં વેચતી હતી.

રાજકોટ પોલીસે દોઢ વર્ષ પહેલા દત્તક લીધેલી ડ્રગ એડિકટ અમી ઉ.વ.૨૩ રહે.રાજહસં એપાર્ટમેન્ટ બ્લોક નં.એ–૭ કરણપરા શેરી નં.૧૧૧૨ને એસ.ઓ.જી.એ વધુ વખત એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી છે. લેડી પેડલર અમીને વેચવા ડ્રગ આપનાર બજરંગવાડીમાં રહેતા જલાલબાપુ નામના શખસને પણ દબોચી લેવાયો છે. અમી છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ વેચતી હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

નો ડ્રગ્સ ઈન રાજકોટના મિશન સાથે દોડતી એસ.ઓ.જી. દ્રારા ડ્રગ્સ વેચતા કે સેવન કરનારાઓ પર ધોંસ બોલાવાઈ છે. અને ડ્રગ્સ પેડલરની શોધમાં રહે છે એ દરમિયાન એસ.ઓ.જી.ના દિગ્વીજયસિંહ ગોહિલને બાતમી મળતા પી.આઈ. જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ એ.એસ.આઈ. ડી.બી.ખેર અને ટીમે વોચ ગોઠવી હતી. ગઈકાલે અમી રેસકોર્સ રિંગરોડ પર બાલભવનના દરવાજાથી અંદરના ભાગે મેફેડ્રોન ડ્રગ્સ સાથે જીજે૦૩એલએસ ૪૭૪૯ નંબરના એકિટવા પર પહોંચી હતી. મહિલા પોલીસ નાઝમીનબેન સાથે હાજર એસ.ઓ.જી. દ્રારા અમીને અટકાવાઈ હતી.

એકિટવાની ડેકીમાંથી તેમજ અમીના પેન્ટના ખિસ્સામાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગની બે પડીકી મળી આવી હતી. ૧૨.૩૬ ગ્રામ ડ્રગ કે જેની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ ૧,૨૩,૬૦૦ રૂપિયા થાય છે ઉપરાંત અમી પાસે રહેલો ૨૫૦૦૦ની કિંમતનો આઈફોન વજન કાંટો મળી ૧,૭૮,૭૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એફ.એસ.એલ. ચકાસણીમાં પકડાયેલો પાવડર એમ.ડી.ડ્રગ્સ હોવાનો રિપોર્ટ અપાતા અમીની નાર્કેાટિકસ એકટ હેઠળ ધરપકડ કરાઈ હતી. પેડલર અમીએ ડ્રગનો જથ્થો બજરંગવાડીમાં રહેતો અને વધુ પડતું રામનાથપરા વિસ્તારમાં નેટવર્ક ધરાવતા જલાલબાપુ નામના શખસ પાસેથી લીધાની કેફિયત આપતા તાત્કાલિક સપ્લાયર જલાલબાપુને પણ પોલીસે ઉઠાવી લીધો હતો. કોટેચા ચોક, રિંગરોડ વિસ્તાર કે શૈક્ષણિક સંકુલો નજીક ડ્રગ સેવન કરનારા ખાસ કરીને યુવા વર્ગને અમી ડ્રગ વેચતી હતી. છેલ્લા એકાદ વર્ષથી પેડલર તરીકે કામ કરતી હોવાનું પોલીસ સમક્ષ અમીએ પ્રાથમિક તબક્કે કથન કયુ હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં અમી તેના પૂર્વ પતિ આકાશ તથા અન્ય એક શખસ ઈમરાન સાથે એક હોટલમાંથી ડ્રગ સાથે પકડાઈ હતી. જે તે સમયે પોતે હવે સુધરી જશે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવું છે વધુ અભ્યાસ કરવો છે તેવી પોલીસ સમક્ષ ઈચ્છા વ્યકત કરી હતી અને ત્યારે રાજકોટ પોલીસ દ્રારા અમીને દત્તક લઈને રાજકોટ પોલીસની દત્તક પુત્રી હોવાનું જાહેર કરાયું હતું. અમીને સુધારવા કે પોલીસ અફસર બનાવવા રોજ તેની સાથે મહિલા કોન્સ્ટેબલથી લઈ મહિલા અધિકારી રહેતા હતા. ગ્રાઉન્ડમાં કસરતો કરાવતા હતા અને પડછાયો બનીને મહિલા પોલીસ મોરલ સપોર્ટમાં રહેતી. ઉચ્ચ અધિકારીઓ પણ અમીને ખુબ સમજ આપતા હતા.

આ દરમિયાનમાં અમીનો ડ્રગ રિપોર્ટ પોઝિટિવ આવતા દત્તક લેવાયેલી અમીની પોલીસે જ ધરપકડ કરવી પડી હતી. ફરી જામીન મુકત થયા બાદ અમીએ ડ્રગ્સની દુનિયામાં જ ઝંપલાવ્યું હતું અને એકાદ વર્ષથી ડ્રગ વેચતી હતી. અગાઉ પણ પરિવારજનોએ અમી સાથે કોઈ સંબધં ન હોવાનું જણાવ્યું હતું. અત્યારે પણ અમી પરિવારથી અલગ રહેતી હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્ર.નગર પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

પેડલર અમી એક ગ્રામ એમ.ડી. ૧૬૦૦ રૂપિયામાં ખરીદ કરતી હતી જે પડીકી જેવી જરૂરિયાત એ મુજબ ૨૫૦૦થી લઈને ૩૦૦૦ રૂપિયા સુધીમાં ડ્રગ સેવન કરનારને વેચતી હતી. ચારેક વખત આવી રીતે ડ્રગ વેચી પોતાનો ખર્ચ કાઢતી હતી તેવું પ્રાથમિક તબક્કે પોલીસને જણાવ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments