Homeગુર્જર નગરીમોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 1.20 કરોડની લૂંટના મામલે પોલીસને મળી સફળતા,...

મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 1.20 કરોડની લૂંટના મામલે પોલીસને મળી સફળતા, વિંછીયા પંથકમાંથી ઝડપાયા આરોપી

Team Chabuk-Gujarat Desk: ગત તારીખ 31 માર્ચના રોજ મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી થયેલી 1.20 કરોડની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસે આંગડીયા પેઢીના રૂપિયા 1 કરોડ 20 લાખની લૂંટ કેસમાં સંડોવાયેલા શખ્સોની અટકાયત કરી લીધી છે જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે. મોરબી અને રાજકોટ એલસીબી સ્ટાફે વિંછીયા પંથકમાંથી આરોપીઓને ઝડપી લીધા છે.

પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા સીસીટીવી ફુટેજ અને મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરી સઘન તપાસ શરૂ કરી હતી તે દરમિયાન લૂંટ અંગે ટ્રીપ વિછીંયા પંથકના શખ્સોએ આપી હોવાની મહત્વની કડી પ્રાપ્ત થતા મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને રાજકોટ એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ સહિતનો સ્ટાફે વિછીંયા પંથકના પાંચ શખ્સોની અટકાયત કરી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધારની શોધખોળ હાથધરી છે.

shreeji dhosa

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત 31 માર્ચના રોજ રાજકોટથી કચ્છ જતી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં વી.પી.આંગડીયા પેઢીનું પાર્સલ મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડીયા પેઢીના કર્મચારી મનિષ પટેલ અને સંજય પટેલ પોતાની કાર લઈને લેવા ગયા હતા, ત્યારે સફેદ કલરની કારમાં ઘસી આવેલા ચાર બુકાનીધારી શખ્સોએ હુમલો કરી રૂા.1.20 કરોડની રોકડ સાથેના પાર્સલની દિલ ધડક લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પાંચ શખ્સોની અટકાયત કરી લેવાઈ છે જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments