Homeગુર્જર નગરીFlower Show 2024: આ વખતે ફ્લાવર શૉમાં શુ છે ખાસ? વીડિયોમાં જુઓ...

Flower Show 2024: આ વખતે ફ્લાવર શૉમાં શુ છે ખાસ? વીડિયોમાં જુઓ ફ્લાવર શૉની ઝલક

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ફ્લાવર શૉમાં શુ છે ખાસ ?
ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. GSLV MK 3 રોકેટ તેમજ વિક્રમ લેન્ડરની પ્રતિકૃતિ પણ અહીં તૈયાર કરવામાં આવી છે જે લોકોને ખુબ આકર્ષક લાગી રહી છે. આ ઉપરાંત નવી સંસદ ભવનની પ્રતિકૃતિ પણ તૈયાર કરાઈ છે. જ્યારે ફ્લાવર શો દ્વારા સ્ત્રી સશક્તિકરણનો સંદેશો પણ અપાયો છે. જ્યારે મીકી માઉસ, પિકાચુ અને ઉડતા પતંગિયા સહિતના કાર્ટૂન્સના કેરેક્ટર બાળકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. 7 લાખથી પણ વધુ રોપા દ્વારા 400 મીટર કરતા વધુ વિસ્તારમાં ફ્લાવર સ્ટ્રક્ચરથી તમામ પ્રતિકૃતિઓ બનાવાઈ છે. એટલે કે હાલ સાબરમતીના કિનારે ફૂલોની સોડમ પથરાઈ ગઈ છે.

ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી નક્કી કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીના પૂર્ણ થનાર ફ્લાવર શો 15 જાન્યુઆરીના પૂર્ણ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments