Homeગુર્જર નગરીગેંગરેપ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટનો મહત્વનો ચુકાદો, 5ને આજીવન કેદની સજા ફટકારી

ગેંગરેપ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટનો મહત્વનો ચુકાદો, 5ને આજીવન કેદની સજા ફટકારી

Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠા જિલ્લાના હડીયોલ ગામે ગેંગરેપ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. હડીયોલ ગામે ગેંગરેપ કેસમાં હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પાંચ નરાધમ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. પાણી પીવાના બહાના હેઠળ દુષ્કર્મ આચર્યું હતું. પીડીતાને 5 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. દરેક આરોપીને 50 હજારનો દંડ ફટકારાયો છે. તમને જણાવી દઈએ કે, 4 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે.

સુરત કોર્ટે રેપ કેસમાં ફાંસીની સજા આપી હતી

થોડા દિવસ પહેલા સુરત કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી હતી. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ હતી. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસીની સજા આપી હતી તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતી

અગાઉ કિશોરી પર દુષ્કર્મ આચરનારા શખ્સને સુરત કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપીને 20 વર્ષની સજા કોર્ટ આપી હતી. લગ્નની લાલચે કિશોરીને આરોપી ભગાવી લઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં દીકરીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments