Homeગુર્જર નગરી‘આજે તો તું......લાગે છે’ કહી યુવતીની જાહેરમાં ચાર યુવકોએ છેડતી કરી

‘આજે તો તું……લાગે છે’ કહી યુવતીની જાહેરમાં ચાર યુવકોએ છેડતી કરી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના લોકોથી ધમધમતા સાબરમતી વિસ્તારમાંથી એક નિમ્નકક્ષાની ઘટના સામે આવી છે. અહીં પાંચ નબીરાઓએ એક યુવતીની છેડતી કરી છે. છેડતી કરનારાઓએ યુવતીને સાવ હલકી કક્ષાના શબ્દો કહ્યા છે. જે સાંભળી કોઈનો પણ ગુસ્સો જ્વાળામુખી બની ફાટી જાય.

ગુજરાતમાં સ્ત્રી સુરક્ષાના દાવા વચ્ચે ખુલ્લેઆમ એક યુવતીની છેડતી થઈ છે. અત્યાર સુધી યુવતીની પજવણીનાં ઘણા કિસ્સાઓ અખબારમાં ચડ્યા હશે પણ આવો કિસ્સો તો પ્રથમ વખત જ બન્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતી તારીખ 8 જુલાઈના રોજ એક્ટિવા પર તેના ઘરે જઈ રહી હતી. ત્યારે યુવતીને જોઈ જગદીશ, દીનેશ, અચેર, હરીશ, અને ચકો હલકી કક્ષાની ટીપ્પણીઓ કરવા લાગ્યા હતા. તેને જોઈ ગંદી ગંદી કોમેન્ટ પાસ કરવા લાગ્યા હતા.

આ ચારે નબીરાઓમાંથી દિનેશને કંઈ સાનભાન ન હોય તેમ યુવતીને કહી દીધું હતું કે, ‘આજે તું માલ લાગે છે.’ યુવતીએ ત્યારે પ્રતિકાર કર્યો ન હતો અને ઉશ્કેરાય નહોતી. તેણે ઘરે જઈ પરિવારના લોકોને આ ઘટના વિશે જાણ કરી હતી. યુવતીનો ભાઈ અને તેના પિતા આ શૈતાનોને સમજાવવા માટે આવ્યા હતા.

જોકે આ ચારે ઉશ્કેરાઈને યુવતીના ભાઈ પર તૂટી પડ્યા હતા અને તેને માર મારવા લાગ્યા હતા. હોહો અને દેકારો થતા યુવતી પણ બહાર આવી હતી. જ્યાં લુખ્ખા હરીશે તેને બહાર નીકળીશ તો મારી નાખીશની ધમકી ઉચ્ચારી હતી. હાલ આ ચારે ઈસમોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments