Homeગુર્જર નગરીજૂનાગઢ: ગીરનાર રાષ્ટ્રીય આરોહણ અવરોહણ સ્પર્ધા આ તારીખે યોજાશે

જૂનાગઢ: ગીરનાર રાષ્ટ્રીય આરોહણ અવરોહણ સ્પર્ધા આ તારીખે યોજાશે

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ અને ગુજરાતની ઓળખ સમી અખીલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 20 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાશે. જેમાં કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેશે. જે અંતર્ગત સીનીયર ભાઈઓ ૧૯૫, જુનીયર ભાઈઓ ૮૯, સીનીયર બહેનો ૯૫, જુનીયર બહેનો ૭૦ ભાગ લેશે. સીનીયર  ભાઈઓ માટે ૭ કલાકે  જુનીયર ભાઈઓ માટે ૭ -૨૦ કલાકે  જયારે સીનીયર અને જુનીયર બહેનો માટે ૭-૩૫ કલાકે સ્પર્ધા  શરૂ થશે.

આ સ્‍પર્ધાના આગલા દિવસોમાં તા.૧૮,૧૯ ફેબ્રુઆરી ના રોજ દરેક સ્પર્ધકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જ્યારે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બપોર ૨ વાગ્યા પછી તળપદા કોળી જ્ઞાતિની વાડી, ભવનાથ, જૂનાગઢ ખાતે રીપોર્ટીંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 જાન્યુઆરી,2022ના રોજ ૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૮૯૫ સ્પર્ધકોએ દોટ મુકી હતી.

આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૨૮ મીનીટના સમય સાથે મોરબી ખાતે પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂત પ્રિયંકા એ મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ ૫૭.૨૫ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ૪૦.૫૩ મીનીટના સમય સાથે પાટણની વિધાર્થીની પારૂલ વાળાએ  પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જ્યારે જુનીયર ભાઈઓમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલીતકુમાર નિશાદ ૫૯.૨૩ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.

આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં  સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માળીયાહાટીના મિતલબેન ગુજરાતી, તૃતીય ક્રમે વેરાવળના નિશાબેન બામણીયા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ચિત્રાસર ના સોમતભાઈ ભાઈ ભાલીયા, તૃતીય ક્રમે જૂનાગઢના અમિતભાઈ રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે માંગરોળના રોઝીનાબેન કાથુરીયા, તૃતીય ક્રમે દેલવાડાના હીનાબેન રાઠોડ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરગઢડાના દીપકભાઈ ડાભી અને તૃતીય ક્રમે સુત્રાપાડાના ચેતનભાઈ મેર રહ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments