Homeગુર્જર નગરીજૂનાગઢમાં ગીરનાર લીલી પરિક્રમાના 'શ્રી ગણેશ', ભીડને લઈ એક દિવસ અગાઉ શરૂ

જૂનાગઢમાં ગીરનાર લીલી પરિક્રમાના ‘શ્રી ગણેશ’, ભીડને લઈ એક દિવસ અગાઉ શરૂ

Team Chabuk-Gujarat Desk: ગીરનારમાં આજથી લીલી પરિક્રમાના શ્રીગણેશ થયા છે. ભીડને લઈ એક દિવસ અગાઉ શરુ થઈ છે. આ વર્ષે એક દિવસ પહેલા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ લોકોની ભીડને ધ્યાનમાં રાખી પરિક્રમા વહેલી શરૂ કરાઈ છે. આ તરફ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. ગુજરાત ભરમાંથી યાત્રાળુઓ પરિક્રમા રૂટ પર રવાના થયા છે.

તરફ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગિરનારની પરિક્રમા કાર્તિકી અગિયારસે શરૂ થવાની છે ત્યારે વહીવટી તંત્ર, મહાનગપાલિકા તેમજ વન વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. લાખો લોકો અત્યારથી જ ભવનાથ તળેટીમાં એકઠા થઈ પરિક્રમા ગેટ ક્યારે ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે.

33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગઢ ગિરનારની લીલી પરિક્રમા દર વરસે યોજાય છે જેમાં 10થી 15 લાખ યાત્રાળુઓ આવે છે અને ગાઢ જંગલોમાં ચાર દિવસ પગપાળા પ્રવાસ કરી પરિક્રમા કરી પુણ્યનું ભાથું ભરે છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, લાઈટ, ચાલવા લાયક રસ્તા સ્વચ્છતા જાળવવા નોટિસ બોર્ડ અને કચરાપેટીઓની સગવડ, પાણીના પરબ, મેડીકલની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પરિક્રમા કરવા આવતા પંદર લાખ લોકોને ચાર દિવસ સુધી ભોજન-ભજન અને સ્વસ્થતા ભક્તિનો આનંદ મળે એ માટે 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ થઈ ચૂક્યા છે. જેમાં ગાંઠિયા મોહનથાળથી લઇ તમામ વાનગીઓ ભક્તો માટે તૈયાર થઈ ચૂકી છે.

પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કરી હતી અને યાત્રાળુઓ આખા ગિરનારની પરીક્રમા કરી પુણ્યનું ભાથું બાંધે છે. ઝીણા બાવાની મઢીના મહંત કહે છે, ઝીણા ભગતને તેમના ગુરુ એ કહ્યું હતું કે, ગિરનારની પરીક્રમા કરી અને ત્યારથી અવરિત ઝીણાં બાવા એ અહી ધુણો ધખાવી યાત્રાળુઓ માટે ભોજન-પાણી-ભજન અને વન્ય જીવોથી સુરક્ષિત યાત્રા માટે સેવા કાર્ય આરંભ કર્યું હતું. આ પરીક્રમા અને આ એક અનોખો ઉત્સવ છે જેમાં ભક્તોનો ભજન-ભોજન અને ભાવથી ભરેલો મેળો છે. લોકો પુણ્યનું ભાથું બાંધે છે અને જીવનમાં સેંકડો વાર પરિક્રમા કરી ભક્તિ આસ્થા અને ધર્મના અથાગ વિશ્વાસનો પરચો આપે છે.

Girnar Lili parikrama start

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments