Homeગુર્જર નગરીઅહીં ચાલી રહી હતી ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ! ATSએ 500...

અહીં ચાલી રહી હતી ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ! ATSએ 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આરોપીઓએ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી જ બનાવી હતી. કોઈને શંકા ન જાય એટલે આગળ ભેંસનો તબેલો બનાવી દીધો હતો. જો કે, ATSની બાજ નજરથી આરોપીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.

આરોપીઓએ વડોદરા નજીક સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડ ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી. ATSએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. મોડી રાત્રે ATSએ દરોડો પાડી ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.

ATS દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયાની હોવાની શક્યતા છે. આરોપીઓ અમદાવાદ, સુરત અને કચ્છમાં આ ડ્રગ્સનો જથ્થો મોકલતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ATS દ્વારા દરોડા સમયે ત્રણ વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ તેમની પૂછપરછને આધારે અન્ય બે વ્યક્તિઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. ડ્રગ્સનું મટિરિયલ ક્યાંથી લાવતા અને કોને સપ્લાય કરતા તે અંગે તપાસ ચાલું છે. તો FSLની ટીમ તપાસ કરી રહી છે કે, ડ્રગ્સ બનાવવામાં કયુ મટિરિયલ વાપરવામાં આવતું હતું.

‘ડ્રગ્સ’ પર દરોડા

16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments