Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કાર સવારે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર નગરસેવિકાની દીકરીનું મોત થયું. આરોપ છે કે, કારનો ચાલક નશો કરીને કાર ચલાવી રહ્યો હતો. મૃતક યુવતીના ભાઈના લગ્ન હોવાથી તે પરિવારજનો સાથે કંકોત્રી આપી પરત આવી રહી હતી. અકસ્માતને પગલે પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાયો હતો.
મળતી માહિતી મુજબ વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે રોડ પર અમરાપુર ફાટક પાસે વેરાવળ તરફથી પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં વેરાવળ તરફ જઇ રહેલી રિક્ષા નં. જી.જે. 20 ડબ્લ્યુ. 3447 સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ દરમિયાન રિક્ષામા સવાર વેરાવળ પાલિકાના નગરસેવિકા કમળાબેન ફોફંડીની પુત્રી રોશનીબેન ફોફંડી (ઉં.વ.22)નું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પરિવારનાં શ્રદ્ધાબેન ફોફંડી (ઉં.વ.17), પાનીબેન ફોફંડી (ઉં.વ.30), મનીષાબેન ફોફંડી (ઉં.વ.20), કિષ્નાબેન ફોફંડી (ઉં.વ.16) સહિત સાતેક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
કાર ડિવાઈડર કુદીને રીક્ષા સાથે ટકરાઈ#car #accident pic.twitter.com/xYGAB3ey97
— thechabuk (@thechabuk) May 3, 2022
અકસ્માત મુદ્દે સુત્રાપાડાના PSIએ જણાવ્યું કે, અકસ્માત સર્જનારા ક્રેટા કારનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબિશન અને અકસ્માતનો ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જનારો શખ્સ છારા ગામનો હોવાનું અને તેની સામે અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.B
અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી સફેદ કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ધસી આવે છે અને આ દરમિયાન સામેથી આવતી રિક્ષાને અડફેટે લે છે..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત