Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકાની દીકરીએ પરિવાર સાથે સાથે ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ દીકરી હાલ પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. અત્યાર સુધીમાં તેણે પોલીસ વિભાગમાં રહીને રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમોમાં બાઈક સ્ટંટ કરીને 5 જેટલા ટીમ એવોર્ડ મેળવ્યા છે. તેણે બાઈક પર યોગા, પિસ્ટલ ફાયર સહિત અનેક કરતબમાં મહારાથ હાંસલ કરી છે.
ગીર સોમનાથના ઊનાના ખોબા જેવડા ગામ અંજારમાંથી આવતી અંકિતા ઝણકાટના નામે આ સિદ્ધી છે. અંકિતાએ સાબિત કરી બતાવી દીધુ છે કે ગુજરાતની દીકરીઓ પણ ધારે તો ગમે તે કરી શકે છે. 2019માં અંકિતાની પોલીસ વિભાગની સફર શરૂ થઈ હતી.ભરતી બાદ ટ્રેનિગમાં તેને બાઈક સ્ટંટની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં અંકિતાએ રાજકોટ, દાહોદ, કેવડિયા અને જૂનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યકમોમાં ભાગ લઈ દિલધકડ કરતબો કર્યા છે. એક કાર્યક્રમમાં અંકિતાએ CRPFની મહિલા ટીમ સાથે સયુંકત કાર્યક્રમમાં પોતાની ટીમ સાથે ચોંકાવનારા સ્ટંટ કર્યા હતા.
મૂળ ગીર સોમનાથના ઊના અને પોરબંદર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અંકિતા ઝણકાટના દિલધડક સ્ટંટ pic.twitter.com/imZSjeRnrN
— thechabuk (@thechabuk) August 29, 2021
ટ્રાફિકમાં ફરજ બજાવતી અંકિતા ઝણકાટ ટ્રાફિકમાં ફરજ બાદ ઘરકામ અને સાથે સાથે પોતાની કારકીર્દિ મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છે. અંકિતાને પહેલાંથી જ બાઈક સ્ટંટનો શોખ હતો. આ શોખને પુરો કરવાની પાંખો તેને પોલીસ વિભાગે આપી. અંકિતાને જ્યારે બાઈક સ્ટંટ માટે કહેવાયું તો તેને ભાવતું હતુ અને વૈધે કહ્યું જોવો ઘાટ સર્જાયો તેણે આ તકને ઝડપી લીધી અને ટ્રેનિંગ લીધી. આજે તેણે આ કામમાં એટલી સિદ્ધ થઈ ગઈ છે કે તે ગમે તેવા જોખમી સ્ટંટ નિડરતાપૂર્વક કરે છે. અંકિતાએ પોતાના જેવા સ્ટંટ માટે અન્ય કર્મચારીઓને પણ ટ્રેઈનિંગ આપવા માટે કટીબદ્ધતાં દર્શાવી હતી.
બાઈક પર પિસ્તોલ ફાયરિંગ pic.twitter.com/BZIg6Ny0C1
— thechabuk (@thechabuk) August 29, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
