Homeગુર્જર નગરીઊનાઃ ડૉ.વઘાસિયા પર લાખોની છેતરપિંડીનો આરોપ, 3 વર્ષથી ચલાવાતું ઈન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનો...

ઊનાઃ ડૉ.વઘાસિયા પર લાખોની છેતરપિંડીનો આરોપ, 3 વર્ષથી ચલાવાતું ઈન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં માનવદીપ સર્જીકલ હોસ્પિટલ ચલાવતા ડૉ. રસિક વઘાસિયા પર 7 લાખ 25 હજાર રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મેડિકલના જુદા-જુદા કોર્ષ કરાવવાના નામે ડોક્ટર રસિક વઘાસિયાએ 16 વિદ્યાર્થીઓ સાથે 7 લાખ 25 હજાર રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ છે. છેતરપિંડીનો આ આંકડો હજુ વધી શકે છે કારણ કે ડૉ. રસિક વઘાસિયા પાસે ઊના અને આજુબાજુના ગામડાના કુલ 25 જેટલા વિદ્યાર્થીઓ 20 હજારથી લઈને 80 હજાર રૂપિયા સુધીની ફી ભરી કોર્ષ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનો દાવો છે કે, ડૉક્ટર રસિક વઘાસિયા એથિઝ પેરામેડિકલના નામે ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. આ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ જે સર્ટિફિકેટ અપાયા છે તે બોગસ છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ આરોપી ડૉક્ટર વઘાસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ ફીના રૂપિયા પરત અપાવવાની માગણી કરી છે.

25થી વધુ વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપ્યા

ટીમ ચાબુક સાથે ભોગ બનનારા વિદ્યાર્થી મહેશ ગોહિલે વાત કરતા કહ્યું કે, 2018થી શરૂ કરાયેલી ઈન્સ્ટિટ્યૂટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા. ડૉ.વઘાસિયાએ 1થી 3 વર્ષ સુધીનો કોર્ષ પણ કરાવ્યો અને કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોસન અપાયું છે તેમ કહી સર્ટિફિકેટ પણ આપ્યા.

નોકરી માટે અરજી કરી ત્યારે જાણ થઈ

મહેશે કહ્યું કે, બે મહિના પહેલાં નાના સમઢિયાળા CHC સેન્ટરમાં સેનેટરી ઈન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી તે વેરાવળના ઈણાજમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી લેવા ગયો. જો કે, ત્યાં જિલ્લા આરોગ્ય અધિકારીએ તેને આવી કોઈ ઈન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ન હોવાનું જણાવ્યું હતું. નોકરીની આશાએ ગયેલો મહેશ નોકરી લીધા વગર જ પાછો આવ્યો, ઉપરથી બોગસ સર્િીની વાત સાંભળી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે મધ્યમ પરિવારમાંથી આવતા મહેશે એક વર્ષના કોર્ષના 30 હજાર રૂપિયા આપ્યા હતા.

વઘાસિયા સાહેબે વાત ટાળી દીધીઃ મહેશ

મહેશે કહ્યું કે, તેણે વેરાવળથી પરત ફરીને ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા અન્ય મિત્રોનો સંપર્ક કરી વાતની જાણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ ડો.રસિક વઘાસિયા પાસે પહોંચ્યા હતા. કોરોનાની બીજી લહેર ચાલતી હોવાથી ડો.રસિક વઘાસિયાએ તેમની વાત ટાળી દીધી હતી. ત્યારબાદ થોડા સમયબાદ અમદાવાદના કોઈ ચૌહાણ સાહેબનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ મદદ કરશે. મહેશે કહ્યું કે, ચૌહાણ સાહેબનો સંપર્ક કરતાં તેઓએ પણ સર્ટિફિકેટ બોગસ હોવાનું અને એથિઝ પેરામેડિકલ ઈનસ્ટિટ્યૂટ રજિસ્ટ્રેટ ન હોવાનું જણાવ્યું હતું.

વઘાસિયા સાહેબે જવાબ ન આપ્યોઃ વિદ્યાર્થી

આ ઘટનાક્રમ આગળ ચાલતો રહ્યો હતો. ચૌહાણ સાહેબની વાત ફરી વિદ્યાર્થીઓએ ડૉ.વઘાસિયાને કરી હતી. જો કે, ત્યારબાદ વિદ્યાર્થીઓને ડૉ.વઘાસિયાએ સરખો જવાબ ન આપ્યો હોવાનો આરોપ છે.

“ડો.વઘાસિયા ઘર કામ કરાવતા”

મહેશે ડો.રસિક વઘાસિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતાં હતા ત્યારે પણ સાહેબ વિદ્યાર્થીઓને પોતાના ઘરનું કામ કરાવતા હતા. મહેશે તો ત્યાં સુધી કહ્યું કે, સાહેબ વિદ્યાર્થીઓને ગાર્ડનમાં પાણી પીવડાવવાનું, અનાજ દળાવવા જવાનું તેમજ રસોઈ કરવાનું કામ પણ સોંપતા હતા.

આ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે છેતરપિંડીનો આરોપ

ક્રમનામકોર્ષચૂકવેલી ફી
1ગોહિલ મહેશS.I.40 હજાર રૂપિયા
2બારૈયા ધર્મેશB.A.M.S.65 હજાર રૂપિયા
3દમણિયા દિલુS.I.40 હજાર રૂપિયા
4સોલંકી યાજ્ઞિકS.I.20 હજાર રૂપિયા
5પરમાર મનીષS.I.40 હજાર રૂપિયા
6પરમાર પ્રદીપસિંહB.A.M.S.65 હજાર રૂપિયા
7કાદરી રેહાનB.A.M.S.80 હજાર રૂપિયા
8બાંભણિયા યશS.I.30 હજાર રૂપિયા
9ગોહિલ મોહબતસિંહB.A.M.S.75 હજાર રૂપિયા
10ચુડાસમા હરિS.I.20 હજાર રૂપિયા
11ગોસ્વામી અક્ષયગીરીS.I.40 હજાર રૂપિયા
12બારિયા કુલદીપS.I.40 હજાર રૂપિયા
13કોટડીયા મુનીD.R.H.30 હજાર રૂપિયા
14ડાભી કાજલA.N.M.80 હજાર રૂપિયા
15બારૈયા કાજલA.N.M.80 હજાર રૂપિયા
16ઝાલા ચેતનS.I.30 હજાર રૂપિયા

આ સમગ્ર મુદ્દે  વિદ્યાર્થીઓએ ઊના પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. જોક , હજુ આ મુદ્દે FIR ન નોંધાતા અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, ઊનામાં 3 વર્ષથી ચાલતી બોગસ ઈન્સ્ટિટ્યૂટ અંગે કેમ કોઈને જાણ નથી ? વિદ્યાર્થીઓ પાસે પુરતા પૂરાવા હોવા છતાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી ?  વિદ્યાર્થીઓની ફરિયાદ નોંધવામાં પોલીસ હજુ કેટલો સમય લેશે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments