Team Chabuk-Gujarat Desk: પ્રતિબંધિત વસ્તુઓ પર ગુનેગારો ડોળો નાખીને બેઠા હોય છે. જેમ કે ગુજરાતમાં દારૂબંધી! ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા કિસ્સાઓ અવાર નવાર સમાચારોમાં ચમકતા રહે છે. એવામાં હોળી અને ધૂળેટીમાં તરસ બુજાવવા માટેની તૈયારી કરી રહેલા બુટલેગરો પોલીસના હાથમાં આવી ગયા છે. જામનગરના લાલપુરના ઝાખર ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાં દારૂની 11676 અંગ્રેજી બોટલો મેઘપર પોલીસે પકડી પાડી ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના જયપાલસિંહ જેઠવા, ભગીરથસિંહ અને લાખનસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ઝાખર ગામની બેડીયુ સીમમાં જાવેદભાઈ મહાજનની વાડીમાં આવેલા મકાનમાં દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો છે. પોલીસે અહીં દરોડો પાડતા દારૂનો વિશાળ જથ્થો હાલ લાગ્યો હતો. જાણે આખા વિસ્તારને નવડાવી દેવું હોય એમ દારૂની બોટલો પડી હતી.
પોલીસે દારૂ મંગાવનારા જોગવડના રહેવાસી ઉદયરાજ ઉર્ફે ઉદો નાથસુરભાઈ સુમાત, ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર સુમાત અને રાજેશ દેવશીભાઈ મેઘવારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. દારૂની સાથે રૂા.58,38,000નો જથ્થો તથા મોબાઈલ ફોન, ટ્રેક્ટર, ટ્રોલી અને મોટર કાર મળી કુલ રૂા.63,33,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
| બોટલનું નામ | કેટલા નંગ | કિંમત |
| મેકડોવેલ્સ નંબર વન | 7932 | 3966000 |
| રોયલ ચેલેન્જ | 2268 | 1134000 |
| ઓલ સિઝન | 1476 | 738000 |
| – | – | કુલ 11,676 બોટલ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત