Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકાર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને રોજગારલક્ષી સેવાઓ એક જ કોમન પ્લેટફોર્મ પર મળી રહે તે માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું નિર્માણ કરવામાં આવેલ છે જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

આ વેબપોર્ટલ પર ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરીને ખાનગી ક્ષેત્રે યોજાતા ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઇન્ટર્વ્યુ આપી શકે છે, પસંદગી મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ/એકમો પણ ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઉમેદવારોના ઇન્ટર્વ્યુ લઇ શકે છે અને મેન પાવરની પસંદગી કરી શકે છે. આ તમામ સેવાઓ વિનામૂલ્યે મળે છે.

રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી ચૂકેલ ઉમેદવારોએ પણ રોજગાર સેવાઓ મેળવવા સદર પોર્ટલ પર ફરીથી નામ નોંધણી કરવી જરૂરી છે. ઉમેદવાર જાતે જ પોર્ટલ પર નામ નોંધણી કરી શકે છે. અથવા ઉમેદવારે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી નામ નોંધણી કરી આપવામાં આવશે.

નોકરીદાતાઓને પણ રોજગાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા વેબ-સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ઔદ્યોગિક એકમો અને સરકારી-અર્ધસરકારી કચેરીઓને રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત