Homeગુર્જર નગરીજૂનાગઢઃ સક્કરબાગ ઝુની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું, ઈરાન ઝુ સંચાલકોએ કર્યો...

જૂનાગઢઃ સક્કરબાગ ઝુની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું, ઈરાન ઝુ સંચાલકોએ કર્યો સક્કરબાગનો સંપર્ક

Team Chabuk-Gujarat Desk: ગીરના સિંહો હવે વિદેશના ઝુમાં પણ જોવા મળે છે ત્યારે યુરોપિયન એસોસિએટ ઓફ ઝુ એન્ડ એક્વેરિયા તથા ઈરાન ઝુએ એશિયાટીક સિંહોની કેટલીક જોડીઓ માટે ભારતીય સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો છે. આમ, એશિયાટીક સિહોની નસલનું બ્રીડિંગ કરતા સક્કરબાગ ઝુની વધુ એક સફળતામાં ઉમેરો થયો છે.

એશિયાટિક સિંહોનું ઘર એટલે કે ગીર પંથક.. તેમાં પણ એશિયાટિક સિંહોનું સફળ બ્રિડિંગ સેન્ટર અને એશિયાનું નંબર વન બ્રિડિંગ સેન્ટર ગણાતું જૂનાગઢનું સક્કરબાગ ઝુની યશકલગીમાં ઉમેરો થયો છે. પ્રાણીઓના એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત ઈરાન ઝુ સંચાલકોએ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓનો સંપર્ક કરી એશિયાટીક સિહોની જોડીઓ માગી છે. હાલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી આવવાની બાકી છે. હવે જૂનાગઢ સકરબાગના સિહો હવાઈ સફર બાદ ઈરાન પહોંચશે અને એશિયાટિક સિંહોનું ગૌરવ વધારશે.

shreeji dhosa

એશિયાનું નંબર વન ગણાતું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય બ્રિડિંગ સેન્ટર ખુબ જ અગત્યનું છે. અત્યાર સુધીમાં સક્કરબાગ ઝૂમાંથી 84 જેટલા બાળસિંહનો જન્મ થયો છે. જો તંત્રના ખાસ પ્રયત્નોના કારણે સિંહબાળના જન્મની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતે વિશ્વના પ્રાણીસંગ્રહાલયમાં 21 સિંહો આપ્યા છે. બદલામાં અલગ અલગ પશુ પક્ષીઓ પણ રાજ્યના અનેક ઝૂમાં આપ્યા છે. આમ, જૂનાગઢ સક્કરબાગ બ્રિડિંગ સેન્ટર દુનિયામાં ખૂબ જ અગત્યનું સ્થાન બનતું જઈ રહ્યું છે. સિંહો માટેના આ બ્રિડિંગ સેન્ટરમાં અન્ય પશુ-પક્ષીઓના પણ બ્રિડિંગ કાર્યક્રમ ચાલી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments