Homeગુર્જર નગરીહોસ્પિટલમાં ડબલ મર્ડરઃ કમ્પાઉન્ડર જ નીકળ્યો હત્યારો ! તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

હોસ્પિટલમાં ડબલ મર્ડરઃ કમ્પાઉન્ડર જ નીકળ્યો હત્યારો ! તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, કમ્પાઉન્ડરે એનેસ્થેસિયાનો ડોઝ આપ્યા બાદ યુવતીનું મોત થયું હતું. જે જોઈને તેની સાથે આવેલી તેની માતા ઢળી પડી હતી. કાંડ છૂપવવા માટે કમ્પાઉન્ડરે યુવતીની માતાનું પણ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલની છે. હોસ્પિટલમાંથી એકસાથે બે મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હોસ્પિટલના કબાટમાંથી પ્રથમ એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ડૉક્ટરે કબાટ ખોલતા તેમની મહિલાનો મૃતદેહ પડ્યો હતો જેને લઈને ડોક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, એક નહીં બે મૃતદેહ છે અને બંને માતા-પુત્રી છે.

વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મનસુખ નામની વ્યક્તિ હતી. હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવેલા દર્દીની સસ્તામાં સારવાર કરી આપવાના બહાને તેનાથી કાચું કપાતાં એક નહીં, પરંતુ બબ્બેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કમ્પાઉન્ડરે દર્દીનું એટલે કે ભારતી નામની યુવતીનું ઓપરેશન 30 હજારને બદલે માત્ર 5 હજારમાં કરી આપવા માટે આખો કારસો રચ્યો હતો. એમાં પહેલાં તેણે દર્દીની માતા અને તેને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

ત્યારબાદ હોસ્પિટલ શરૂ થવાના કલાક પહેલાં હોસ્પિટલમાં ઓપરેશન માટે બોલાવીને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપતાં યુવતીનું તરફડીને મોત થતાં તેની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. સમગ્ર હત્યાકાંડમાં કપાઉન્ડર અન્યને પણ આવી રીતે ખોટી રીતે ઓપરેશન કરીને જીવ જોખમમાં મૂક્યા હોવાની શક્યતા છે. આ સમગ્ર હત્યાકાંડમાં દિવ્ય ભાસ્કર ઈન્વેસ્ટિગેશન કરતાં ચોંકાવનારી વિગત આવી હતી. આરોપી દેવાંના ડુંગરમાં ફસાયેલો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તેણે લોકોના જીવને જોખમમાં મૂકીને સસ્તામાં ઓપરેશન કરી આપતો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર જે ઓપરેશનના 30 હજાર ચાર્જ કરતા તેને મનસુખ 5 હજારમાં જ કરી દેતો.

ભારતીને કાનમાં તકલીફ હતી, એટલે તે રોજ પોતાની સારવાર માટે માતાને કહેતી હતી. આ વિસ્તારમાં ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ નામની આંખ-નાક-ગળાની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં મનસુખ નામનો કમ્પાઉન્ડર છેલ્લાં 15 વર્ષથી કામ કરે છે. મનસુખને ખૂબ જ દેવું થઈ ગયું હતું. તેના ફોન પર સતત ઉઘરાણી માટે ફોન આવ્યા કરતા હતા. તે પરેશાન હતો કે શું કરવું? એટલે તેણે આ વખતે એટલે કે બુધવારે સવારે ભારતી અને ચંપાબેનને ક્લિનિક શરૂ થાય એ પહેલાં બોલાવ્યાં હતાં.

આ માટે તેણે બંનેને 9:30 વાગે પહેલાં આવવા જણાવ્યું હતું, કારણ કે મનસુખ દરરોજ ક્લિનિકમાં 9.30થી 10:30 સુધી સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો અને આ સમયે આવતા એટલે કે તેના અગાઉથી જે દર્દીઓને આ સમય આપ્યો હોય એ સમયે દર્દીની સારવાર કરતો હતો. રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો. સીસીટીવી બંધ કરવાની એક સ્વિચ અંદરના રૂમમાં કન્સલ્ટિંગ બેડ પાસે આવેલી હતી. જે તે દરરોજ પોતાના પેશન્ટોને ચેક કરવા માટે વાપરતો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments