Homeગુર્જર નગરીસૌરાષ્ટ્રના આકાશ્માં જોવા મળેલો ભેદી પદાર્થ શું છે ? એક સાથે જોવા...

સૌરાષ્ટ્રના આકાશ્માં જોવા મળેલો ભેદી પદાર્થ શું છે ? એક સાથે જોવા મળી હતી 40-50 તારાની હારમાળા

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીના આકાશમાં ભેદી પદાર્થ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગીર સોમનાથના ઊનાના ધોકડવા, પડાપાદર અને તડ ચેકપોસ્ટ નજીક આકશમાં એક સાથે 40-50 તારાઓની ચમકતી હારમાળા જોવા મળી હતી જેને લઈને લોકોના ટોળા એકઠાં થયા હતા.

તો આ તરફ અમરેલી જિલ્લાના દરિયા કાંઠાં વિસ્તાર તેમજ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જાફરાબાદના લોર, કડિયાળી, વઢેરા સહિતના ગામોમાં ચળકતી લાઈટથી વિવિધ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં પણ એક સાથે 40થી વધુ તારાઓની હારમાળા જોવા મળી હતી. જેને લઈને કોઈએ એલિયન હોવાનો દાવો કર્યો તો કોઈએ અવકાશી ઘટના ગણાવી.

જો કે, આ મુદ્દે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, આકાશમાં તરતી ટ્રેન જેવા આ દ્રશ્યો કોઈ અવકાશી ઘટના નથી પરંતુ સ્પેસ એક્સ કંપનીનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનના ડબ્બાની જેમ એક સાથે 40-50 સેટેલાઈટ છોડવામાં આવે છે. જે ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે કામ કરે છે. થોડા સમય પહેલાં આવી જ એક ઘટના અમેરિકાના આકાશમાં પણ જોવા મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments