Homeગુર્જર નગરીરાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, ફરી એક દિવસમાં 34ના મોત, જાણો હવે...

રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, ફરી એક દિવસમાં 34ના મોત, જાણો હવે કેટલા એક્ટીવ કેસ છે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કેસમાં ફરી આંશિક ઘટાડો થયો છે. રાજ્યમાં એક દિવસમાં 7 હજાર 606 નવા કેસ નોંધાયા છે. જો કે, રાજ્યમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. એક દિવસમાં ગુજરાતમાં વધુ 34 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. બીજી તરફ એક દિવસમાં 13,195 દર્દી સાજા થયા છે.

રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થઈ ગયો છે. હાલ રાજ્યમાં કુલ 63 હજાર 564 કેસ છે. જેમાંથી 266 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 63 હજાર 298 દર્દીની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments