Homeગુર્જર નગરીગુજરાત ATSએ ડુપ્લિકેટ વિઝા બનાવનાર 4 શખ્સને ઝડપી લીધા, જાણો ગ્રાહકો પાસેથી...

ગુજરાત ATSએ ડુપ્લિકેટ વિઝા બનાવનાર 4 શખ્સને ઝડપી લીધા, જાણો ગ્રાહકો પાસેથી કેટલા રુપિયા ખંખેરતા

Team Chabuk-Gujarat Desk: નકલી વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ બાતમીને આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી એર વે હોલીડેઝમાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા સામે આવ્યું હતું કે, અહીં નકલી વિઝા બનાવી આપવામાં આવે છે. જેમાં ATSએ આરોપીઓ નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલની ધરપકડ કરી છે.

આરોપીઓ જે લોકોને વિદેશ જવાની ઉતાવળ હોય તેને પ્રથમ ટાર્ગેટ કરતા હતા. ત્યારે આરોપીઓ ડુપ્લિકેટ વિઝાના નામે ગ્રાહકો પાસેથી 20થી 22 લાખ પડાવતા હતા. આરોપીઓ પાસેથી પોલીસને 5 પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા. ત્યારે પોલીસને શંકાસ્પદ લાગતા કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતાં પાંચેય પાસપોર્ટધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ થયેલી જાણવા મળ્યું હતું.

આરોપીઓ વિઝાધારકની એપ્લિકેશન રદ્દ થઈ હોવા છતાં ગ્રાહકના મેઈલ આઈડી પર વિઝા એપ્રૂવ થયાનો બનાવટી મેઈલ મોકલી આપતા હતા. આ ઉપરાંત કેનેડાના વિઝામાં વિઝા ડુપ્લિકેટ છે એ ખબર ના પડે તે માટે નકલી સ્ટીકર પાસપોર્ટ પર ચોંટાડતા હતા. આ રીતે આરોપીઓ ગ્રાહક સાથે છેતરપિંડી આચરતા હતા. જ્યારે પિયુષ પટેલ નામનો આરોપી રાજસ્થાનમાં પણ નકલી વિઝાના કેસમાં સંડોવાયેલા છે.

હાલમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીઓએ કેટલા લોકોને ભોગ બનાવ્યા તેમજ લોકો પાસેથી કુલ કેટલી રકમની છેતરપિંડી કરી અને અન્ય આરોપીઓ આમાં સામેલ છે કે નહીં તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments