Team Chabuk-Gujarat Desk: આણંદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું મોત થયું છે. અત્યાર સુધીમાં વંદે ભારતની અડફેટે પશુઓ આવતા હતા જો કે, આ વખતે ટ્રેનની અડફેટે માનવમૃત્યુ થયું છે. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
મળતી માહિતી મુજબ આણંદમાં અકસ્માતમાં 54 વર્ષીય મહિલાનું મોત થયું છે. રેલવે પોલીસે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી ત્યારે સાંજે 4:37 વાગ્યે એક મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. જે દરમિયાન તે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
રેલવે પોલીસે કહ્યું કે, મહિલા અમદાવાદની રહેવાસી હતી. મહિલાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. મહિલા આણંદમાં તેના સંબંધીઓ પાસે જઈ રહી હતી. મહત્વનું છે કે, આણંદ સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતી નથી. મહિલા ટ્રેન આવતી વખતે જ રેલવે ટ્રેક ક્રોસ કરવા લાગી અને અકસ્માતનો શિકાર બની.
આ પહેલાં ટ્રેનની અડફેટે ગાય, ભેંસ અને બળદ આવી ગયા હતા. જેમાં ટ્રેનને પણ નુકસાન પહોંચ્યું હતું. આણંદમાં 7 ઓક્ટોબરે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાય અથડાઈ હતી. તો અમદાવાદમાં 6 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેન ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી. મુંબઈથી આવતી વખતે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી. 29 ઓક્ટોબરે ટ્રેન સાથે બળદ અથડાયો હતો જેમાં પણ ટ્રેનના એન્જિનના ભાગે નુકસાન પહોંચ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત