Team Chabuk-Gujarat Desk: આપણે એવા વ્યક્તિઓને જોયા છે જેમની પાસે 10 કરતાં વધુ આંગળીઓ હોય. દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેમના શરીરમાં હાડકાં વધુ હોય. કેટલાય કિસ્સાઓમાં વ્યક્તિઓના દાંત વધારાના હોય. આ કિસ્સા સામાન્ય છે. કોઈના હ્રદય બે હોય એ આપણે સાંભળ્યું છે. પરંતુ કોઈ એવું કહે કે એક જ વ્યક્તિના શરીરમાં બે પ્રાઈવેટ પાર્ટ છે તો ?
બનાસકાંઠાના પાલનપુરનો કિસ્સો
બનાસકાંઠાના પાલનપુરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળકને મહિલા અને પુરૂષ બંનેના પ્રાઈવેટ પાર્ટ હતા. જન્મથી જ આ બાળક આ સમસ્યા સાથે જ જનમ્યુ હતું. અનેક ડોક્ટર્સને બતાવ્યું પરંતુ ક્યાંય યોગ્ય ઉપચાર થયો ન હતો. આખરે બનાસ મેડિકલ કોલેજમાં બાળકનું ઓપરેશન કરાયું અને બે ગુપ્તાંગમાંથી છુટકારો અપાવાયો. બાળકના માતા-પિતાએ તેને દીકરીના રૂપમાં સ્વીકાર કર્યો છે.
મફતમાં સારવાર
મળતી માહિતી મુજબ ચાર મહિના પહેલાં બાળકીનું ઓપરેશન કરી દેવાયું છે. એ પણ બિલકુલ ફ્રીમાં. ચાર મહિના સુધી બાળકીને ઓબ્ઝર્વેશનમાં રખાઈ હતી અને હવે ડોક્ટર્સે ઓપરેશન સફળ રહ્યું હોવાનું જાહેર કર્યું છે. જો પ્રાઈવેટ હોસ્પિટલમાં આ બાળકનો ઈલાજ કરાવ્યો હોત તો બાળકના માતા પિતાને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હોત.
બાળકી સ્વસ્થ
આ ઓપરેશન કરનારા ડોક્ટર સુનીલ જોશીએ કહ્યું હતુ કે, માતા-પિતા ઈચ્છતા હતા કે તેમનું સંતાન દીકરી તરીકે જ રહે. જેથી ડોક્ટર કલ્પેશ પટેલ અને ડોક્ટર ફોરમ મોઢની ટીમ સાથે મળીને પુરૂષ પાર્ટ શરીરમાંથી જુદો કરી દેવાયો હતો. બાળકી ચાર મહિનાથી ઓબ્ઝરવેશનમાં હતી. હવે બાળકી અત્યંત સ્વસ્થ છે.
આ મહિલાને પણ હતા બે પ્રાઈવેટ પાર્ટ
દુનિયામાં આ પહેલો કિસ્સો નથી કે જ્યાં કોઈ બાળક બે પ્રાઈવેટ પાર્ટ સાથે જનમ્યુ હોય. અમેરિકાની જાણીતી મોડલ અને યુટ્યૂબર કેસેનન્ડ્રા બેન્કસોન પણ આ સમસ્યામાથી પસાર થઈ ચુકી છે.
શું છે યુટેરસ ડાયડલફેસ ?
કેસેન્ડ્રા બેન્કસોન બે વજાઈના સાથે જીવી રહી હતી. તે એક ફેમસ યુટ્યૂબર છે. એકવાર તેને ગંભીર બેકપેન થયો. તે ડોક્ટર પાસે ગઈ. સમગ્ર શરીરનું ચેકઅપ થયું જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી હતી. આ સમસ્યાને મેડિકલની ભાષામાં યુટેરસ ડાયડલફેસ કહે છે. આવી સ્થિતિમાં મહિલાના શરીરમાં બે વજાઈના અને બે ગર્ભાષય જોવા મળે છે. આ સમસ્યા બીજી અનેક સમસ્યાને ઉભી કરી શકે છે. મહિલાને એક જ મહિનામાં બે વાર માસિક સ્ત્રાવ પણ થતો હોય છે. આ સાથે જ પેટ અને પીઠમાં દુઃખાવાની સમસ્યા પણ થતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત