Team Chabuk-Gujarat Desk: રાજકોટના ગોંડલમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી. સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર નાપાસ થવાથી હતાશ થઈ યુવકે અંતિમ પગલું ભરી લીધું છે. 22 વર્ષીય મૃતક જયેશ સરવૈયાએ જીવન ટૂંકાવતા પહેલાં દોઢ પાનાની ખુબજ ભાવુક સુસાઈડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે, પપ્પાને મજૂરી કામ છોડાવવું હતું. તેમને ફ્રી કરવા હતા પણ હું ન કરી શક્યો. એટલું જ નહીં પોતાના એકાઉન્ટમાં પડેલા રૂપિયા બહેનના લગ્નમાં વાપરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
જયેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”. બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું જે અધૂરું રહ્યું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્કમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને છેલ્લે જીવન ટૂંકાવ્યું હતું.

“મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પુરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

જયેશે સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ વ્યક્ત કરી છે. (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો.

આ ઉપરાંત તેણે લખ્યું છે કે, ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે.”અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.”
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
