Homeગુર્જર નગરીહીરો જેવી હતી લાઈફસ્ટાઈલ, આશિષ ભાદરકાના જીમના વીડિયો આવ્યા સામે, આરોપી આશિષના...

હીરો જેવી હતી લાઈફસ્ટાઈલ, આશિષ ભાદરકાના જીમના વીડિયો આવ્યા સામે, આરોપી આશિષના પેટમાં જ છરી મુકીને જતો રહ્યો હતો

Team Chabuk-Gujarat Desk: રાજકોટના ઉપલેટામાં તાજેતરમાં જ જીમમાં જતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ ઉપલેટામાં જ રહેતા આશિષ ભાદરકા તરીકે થઈ હતી. 19 વર્ષીય વિજય ઉર્ફે સુજુ નામના યુવકને આશિષ ભાદરકાને આડેધડ 19 જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ આશિષે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આરોપી આશિષની સાથે જ જીમમાં આવતો હતો. પોલીસ સૂત્રોનું માનીએ તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ આશિષને આશિષના જ મોબાઈલમાં વર્કઆઉટના વીડિયો બનાવી સેન્ડ કરવા કહ્યું હતું. જે બાદ બંને વચ્ચે બબાલ થઈ હતી. જે વાતની અદાવત રાખી આરોપીએ આશિષ પર હુમલો કરી દીધો હતો.

ઉપલેટાના વિપુલ ડાયનિંગ હોલ પાસે આવેલા નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલા જીમમાં જ આ ઘટના બની હતી. જ્યાં આરોપીએ સવારના સમયે તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં આશિષના પેટમાં જ છરી રાખીને ફરાર થઈ ગયો હતો. જે બાદ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. સૂત્રોનું માનીએ તો આરોપીએ પોલીસને ગુમરાહ કરવા પોતે પણ હાથમાં જાતે જ છરી મારી ઈજાગ્રસ્ત થયો હતો.

આશિષના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં આશિષ અલગ અલગ કસતરો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આશિષનો લૂક કોઈ અભિનેતા જેવો જ લાગી રહ્યો છે.

ફીટ રહેવા માટે આશિષ સ્વીમિંગ પણ કરતો.

Rajkot Upleta Gym Lover Ashish Bhadarka Murder Case

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments