Team Chabuk-Gujarat Desk: દિલ્લીના બહુચર્ચિત શ્રદ્ધા હત્યા કેસનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, આફતાબને ડ્રગ્સ પહોંચાડનારો આરોપી સુરતનો છે. અગાઉ પોલીસ-તપાસમાં સામે આવ્યું હતું કે, આફતાબ ડ્રગ્સ લેતો હતો. જેને લઈને એ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન એક ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
પોલીસે ફૈઝલ મોમિન નામના ડ્રગ પેડલરને ઝડપી લીધો છે. જે આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હતો. હવે ફૈઝલ મોમિનની કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમિનની 4 દિવસ પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. હાલ ફૈઝલ મોમિન સુરતની લાજપોર જેલમાં છે.
મહત્વનું છે કે, હાલ શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસ પુરાવા શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જંગલથી લઈ, તળાવ અને સમુદ્રમાં પણ પોલીસ પુરાવા શોધી રહી છે. હજુ પોલીસને શ્રદ્ધાની હત્યા જે હથિયાર વડે થઈ છે તે હથિયાર મળ્યું નથી, શ્રદ્ધાનો મોબાઈલ પણ નથી મળ્યો જ્યારે હત્યા સમયે આફતાબે જે કપડાં પહેર્યા હતા તે પણ ગાયબ છે. મહરોલીના જંગલમાં પોલીસ શ્રદ્ધાના બોડી પાર્ટ્સ શોધી રહી છે. નોઈડાના એક તળાવમાં શ્રદ્ધાના અંગો હોવાની શંકાના કારણે તળાવમાં પણ તપાસ કરાઈ હતી તો મુંબઈના સમુદ્રમાં પોલીસે શ્રદ્ધાના મોબાઈલની શોધખોળ કરી હતી. જો કે, હજુ સુધી પોલીસને હાથ લાગી છે તો માત્ર નિષ્ફળતા. પોલીસને આશા છે કે, જલદી જ આફતાબ વિરુદ્ધ વધુ પુરાવા મળી જશે.
અત્યાર સુધીમાં શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ સામે મહત્ત્વના પુરાવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે જંગલમાંથી મળેલાં હાડકાં શ્રદ્ધાનાં છે. એનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયો છે. હવે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સ્પેશિયલ CP (લો એન્ડ ઓર્ડર) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે DNA ટેસ્ટ રિપોર્ટ (પીડિતાના ભાગોનો) હજુ સુધી મળ્યો નથી.
મહત્વનું છે કે, આરોપી આફતાબ પર શ્રદ્ધાની હત્યા બાદ તેના શરીરના 35 ટુકડાં કર્યાનો આરોપ છે. શાતીર આરોપીએ શ્રદ્ધાના અંગોના ટુકડાને વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. મોટાભાગના અંગો તેણે મહરોલીના જંગલમાં ફેંક્યા હોવાનો દાવો છે. જેને લઈને પોલીસ જંગલમાં પુરાવા શોધી રહી છે. શ્રદ્ધા અને આફતાબ બંને દિલ્લીમાં લિવ ઈનમાં રહેતા હતા આ દરમિયાન તેની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. એક દિવસ આવો જ એક ઝઘડો થયો અને શ્રદ્ધાની હત્યા થઈ ગઈ. એટલું જ તેને પ્રેમ કરવાની એટલી નિર્દય સજા મળી કે તે પોતે જ 35 ટુકડાંઓમાં વહેંચાઈ ગઈ. આજે તેના શરીરનો દરેક ટુકડો જાણે કે ન્યાયની માગણી કરી રહ્યો છે. બીજી તરફ હત્યાનો આરોપી જેલમાં પણ મીઠી નિંંદર માણી રહ્યો છે ! જો કે, પોલીસને આશા છે કે, સત્ય જલદી જ સામે આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
