Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પત્નીને એઈડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડ્યો, પત્નીનો કાંટો કાઢવા હત્યા...

સુરેન્દ્રનગરઃ પત્નીને એઈડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડ્યો, પત્નીનો કાંટો કાઢવા હત્યા કરી લાશ દાટી દીધી, 44 દિવસ બાદ મળ્યો પત્નીનો કંકાલ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચોટીલાના ઢોકળવા ગામની સીમમાંથી યુવતીનો કંકાલ મળવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો અને નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. મહત્વનું છે કે, રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામની 44 દિવસથી ગુમ થયેલી પરિણીતાનું હાડપિંજર ચોટીલાના ઢોકળવા ગામની સીમમાંથી મળ્યો હતો.

એટલું જ નહીં ઢોકળવાની સીમમાં મૃતદેહ દાટીને પતિએ જ પત્ની ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે કેસમાં ગંભીરતાથી કામ ન કરતાં પરિણીતાના પરિવારજનો ધરણાં પર બેઠા હતા. જો કે, ત્યારબાદ પોલીસે આકરી પૂછપરછ કરતાં પતિએ હત્યા કબૂલી હતી.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ થયાં હતાં. આ અંગે વીંછિયા પોલીસમાં તેના પતિએ જ જાણ કરી હતી. પરંતુ વીંછિયા પોલીસને મહિલાની ભાળ ન મળતાં તાજેતરમાં જ સામાજિક આગેવાનો અને યુવતીના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા.

આ બાદ વીંછિયા પોલીસે પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં ગુનો છુપાવવાના ઇરાદે કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલાત કરી હતી.

વીંછિયા પોલીસના પીએસઆઇ વાય. એસ. ચુૂડાસમા, દેવેન્દ્રભાઈ અને જગદીશભાઈ સહિતની પોલીસ ટીમ હત્યારા પતિને લઈને ઢોકળવાના વીડમાં આવી હતી. જ્યાં પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી.

 તપાસમાં સામે આવ્યું છે કે, રાજેશની સાળી ઇન્દુની સગાઈ હતી, એના આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. અને નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યાને અંજામ આપી લાશને દાટી દીધી હતી અને ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments