Team Chabuk-Gujarat Desk: તહેવારોમાં ફરી એકવાર ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો. વડોદરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલું નહીં જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પોલીસ અધિકારી પર પણ પેટ્રોલબોમ્બ ફેંકાયો.
ઘટના શહેરના પાણીગેટ વિસ્તારની છે. અહીં મોડી રાત્રે 1 બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કુલ 19 જેટલા લોકોની અટકાયત કરી હતી.
#Stonepelting by #Jihadis on #Hindus in #Vadodara during #Diwali #celebrations.Vehicles were also set on fire & shops were vandalised. #Police team reached the spot but attacked with #Petrol #Bombs#news #gujratelection2022 #GujaratElections #BREAKING_NEWS #BREAKING #BB16 #TejRan pic.twitter.com/gtIlUnGF0Q
— Prasanna Bishtt (@BishtPrasanna) October 25, 2022
દિવાળીનો માહોલ હોવાથી લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આવા સમયે રાત્રે જ 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ એક જૂથ તરફથી પથ્થરમારો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોએ રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગ લગાવી દીધી હતી. બનાાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.
પાણીગેટ વિસ્તારમાં પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. સદનસીબે પેટ્રોલબોમ્બ તેમનાથી થોડે દૂર પડ્યો. ત્યારબાદ પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત