Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર આઈશા જેવી જ ઘટના બની છે. જો કે, આ વખતે પતિ નહીં પરંતુ પ્રેમીના ત્રાસથી યુવતીએ જીવન ટૂંકાવી લીધું છે. આયશાની જેમ આ યુવતીનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પ્રેમીને સંબોધીને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી છે. પૂછી રહી છે કે શા માટે તે આવું કર્યું ? પ્રેમી પર આરોપ લગાવી રહી છે કે, મને હતું તું બીજા કરતાં અલગ છે પરંતુ તું અલગ નથી. યુવતી કહી રહી છે કે, તે લગ્ન કરવાનું વચન આપ્યું પરંતુ લગ્ન ન કર્યા.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. અમદાવાદમાં રહેતા પ્રેમીએ દગો આપતા યુવતીએ મોત વ્હાલુ કર્યું હોવાનો પરિવારજનોનો આરોપ છે. આ મુદ્દે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આત્મહત્યા પહેલાં યુવતી અમદાવાદ પ્રેમીને મળવા ગઈ હતી. જો કે, ત્યાં પ્રેમી ન મળતા તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીનો સાબરમતી રિવરફ્રન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના પ્રેમી પર ગંભીર આરોપ લગાવી રહી છે. વીડિયોમાં તે કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર. અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.
#ahmedabad #viral #video pic.twitter.com/PPz0tF0wf3
— thechabuk (@thechabuk) June 23, 2022
મહત્વનું છે કે, થોડા સમય પહેલાં આઈશા નામની યુવતીએ પણ રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો હતો. અને પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં નદીમાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત